ચીનમાં એક બાળકની આંખો બ્લૂ રંગની તો છે જ સાથે-સાથે આ બાળક અંજાવી દે તેવા પ્રકાશ અને અંધારામાં પણ જોઈ શકે છે.
ચીનના દહુઆનો રહેવાસી નોંગ યૂસુઈની આંખો ઉપર જ્યારે લાઇટ ફેંકવામાં આવે છે તો તેની આંખો ગ્રીન રંગોને પ્રતિબિંબિત કરે છે.
- સમગ્ર રીતે અંધારામાં જોવામાં તેને કોઈ સમસ્યા નથી સર્જાતી.
- બે સપ્તાહ બાદ જ મને જણાવામાં આવ્યુ હતું કે તેની આંખો અલગ પ્રકારની છે.
જોકે નોંગને ચમકતા સુરજના પ્રકાસમાં જોવામાં સમસ્યા સર્જાય છે પરંતુ સમગ્ર રીતે અંધારામાં જોવામાં તેને કોઈ સમસ્યા નથી સર્જાતી.
નોંગના પિતાએ જણાવ્યું કે જન્મના બે સપ્તાહ બાદ જ મને જણાવામાં આવ્યુ હતું કે તેની આંખો અલગ પ્રકારની છે. જ્યારે હું તેને ડોક્ટરની પાસે લઈ ગયો ત્યારે તેઓએ કહ્યું કે ચિંતાની કોઈ વાત નથી જ્યારે આ મોટો થઈ જશે તો તેની આંખો કાળી બની જશે પરંતુ આવું બની શક્યું નહીં.
નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.