Home >> International News >> Latest News >> International >> Child By Rape Is The Blessing Of God Says America
"રેપ દરમિયાન પ્રેગનન્સી એ તો ભગવાનની મરજી"
Agency, Washington | Oct 24, 2012, 17:26PM IST

-ચૂંટણીનો મુદ્દો બને તેવી શક્યતા
અમેરિકાની સેનેટના રિપબ્લિકન ઉમેદવાર રિચર્ડ મર્ડોકે રેપને ઈશ્વરની મરજી સાથે જોડતા, વિવાદ ઊભો થયો છે. સેનેટરના કહેવા પ્રમાણે, જો કોઈ મહિલા રેપના કારણે પ્રેગનન્ટ થઈ જાય, તો એબોર્શનની મંજૂરી ન હોવી જોઈએ. કારણ કે, ભગવાનની ઈચ્છા વગર આવું થઈ ન શકે.
રાષ્ટ્રપતિની ચૂંટણીની ચર્ચા અંતિમ તબક્કામાં છે, ત્યારે એક સેનેટસભ્યનું નિવેદન આવ્યું છે. રિચાર્ડનાં આ નિવેદનની ડેમોક્રેટોએ ટીકા કરી છે. ચૂંટણી અભિયાનમાં મહિલા મતદાતાઓને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવી વકી ખરી કે રિચાર્ડનું નિવેદન ચૂંટણીનો મુદો બની જાય.
સેનેટમાં ચર્ચા દરમિયાન રિચાર્ડે કહ્યું હતુંકે, પ્રેગનન્સીથી જીવનની શરૂઆત થાય છે. માતાના જીવન પર જોખમ સિવાયની તમામ સ્થિતિને બાદ કરતા દરેક સ્થિતિમાં ગર્ભપાતની તેઓ વિરૂદ્ધ છે. રિચાર્ડે ઉમેર્યું હતુ કે, લાંબા સમયથી આ અંગે હું સંઘર્ષ કરતો રહ્યો છું. મને લાગે છેકે, જીવન એ ઈશ્વરની ભેટ છે. મને લાગે છે કે, જીવનની શરૂઆત બળાત્કાર જેવી ભયાનક ઘટનાથી થાય તો તે પણ ઈશ્વરની ઈચ્છા છે.






