Follow us on    | Archives | E-Paper
 
Advertisement
 
 
 
Saturday, July 31, 2010 16:03 [IST]
 

અમેરિકામાં ચારેકોર બસ એક જ ચર્ચા...

Source: Agency, Washington   |   Last Updated 4:51 PM [IST](31/07/2010)
Comment| Share
 
 
 
 
 

ન્યૂયોર્કથી આશરે 150 કિલોમીટર દૂર ખૂબસૂરત રીનબ્રેક વિસ્તારમાં દરેકના મોઢા પર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનની પુત્રીના લગ્નની ચર્ચા છે.

શનિવારે યોજાનાર આ લગ્નના મીડિયા દ્વારા ભરપૂર વખાણ કરવામાં આવી રહ્યા છે. મીડિયા દ્વારા આ લગ્નને ‘દશકાના યાદગાર લગ્ન’ અને ‘સદીના યાદગાર શ્રેષ્ઠ’ તો કોઈએ ઈતિહાસના સૌથી યાદગાર લગ્નનું બિરુદ આપ્યું છે.

એક સ્થાનિક વર્તમાનપત્રના જણાવ્યા પ્રમાણે 30 વર્ષીય ચેલ્સી શનિવારે રાત્રે હડસન નદીના કિનારે 50 એકરમાં ફેલાયેલા એસ્ટર કોટ્ર્સમાં 32 વર્ષીય માર્ક મેઝવિંસ્કી સાથે લગ્નના બંધનમાં બંધાશે. આ લગ્નમાં દુનિયાભરમાંથી બોલાવવામાં આવેલા ખાસ મહેમાનો તેમજ નજીકના સગાઓ હાજર રહેશે.

ક્લિન્ટને પોતાના થનારા જમાઈ અંગે કહ્યું હતું કે હું તેને ખૂબ પસંદ કરું છું. હું તેનાથી ખૂબ જ પ્રભાવિત છું. હિલેરી પણ તેને બહુ જ પસંદ કરે છે. પોતાના ભાઈ રોઝર તેમજ સગા સંબંધીઓ અને મિત્રો સાથે પાસ્તાનો આનંદ ઉઠાવતા ક્લિન્ટને જણાવ્યું હતું કે આજનો દિવસ સૌથી વધારે ખૂબસૂરત છે.

સમાચાર રિપોર્ટના જણાવ્યા પ્રમાણે આશરે 400 થી 500 લોકો આ લગ્નમાં હાજર રહેશે. જેમાં સ્ટીવન સ્પાઈલબર્ગ, ઓપરાહ વિનફ્રે, ટેરી મેકએલિફ, ટેડ ટર્નર અને બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની બ્લેયરનો પણ સમાવેશ થાય છે. જો કે લગ્નમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને આમંત્રણ આપવામાં આવ્યું નથી.

Related Articles:

સૌથી યાદગાર લગ્નમાં ઓબામાને આમંત્રણ નહીં
અમેરિકાના ઇતિહાસના સૌથી યાદગાર લગ્ન



 
 
 
 
 
 
Bookmark
share
 
 
Your Feedback
 
Name:
Email:
Choose your language:
 
Comment:
Code:

 
 
Advertisement
     
 
 
 
Advertisement




Copyright © 2009-10 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.