ફ્રાંસના રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીની પત્ની તેમજ પ્રથમ મહિલા કાર્લા બ્રૂની સરકોઝીને ઈરાને ‘વેશ્યા’ કહેતા વિવાદ ઉભો થયો છે. કાર્લાએ પથ્થર મારીને મોતને ઘાટ ઉતારવાની સજા અંગે ટિપ્પણી કર્યા બાદ ઈરાન તરફથી આવી પ્રતિક્રિયા આવી છે.
બ્રૂનીએ આ પહેલા એવી અરજી પણ હસ્તાક્ષર પણ કર્યા હતાં જેમાં ઈરાનની સકીનાને છોડી મુકવાની માગણી કરવામાં આવી હતી. સકીના પર પોતાના પતિ સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. તેણે આ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. તેમજ બ્રૂનીએ તેનું સમર્થન કર્યું હતું.
ઈરાનના એક વર્તમાનપત્રના તંત્રીલેખમાં કાર્લા બ્રૂની તેમજ સકીનાની મુક્તિ માટે અભિયાન ચલાવી રહેલી એક ફ્રાંસની અભિનેત્રીને પણ વેશ્યા કરાર આપવામાં આવી છે. જ્યારે એક રાષ્ટ્રિય ટીવી ચેનલે ભૂતપૂર્વ સુપર મોડલ પર અનૈતિકતાનો આરોપ લગાવ્યો હતો.
ગયા અઠવાડિયે બ્રૂની દ્વારા અસ્તૈનીને લખેલા એક જાહેર પત્રની અમુક લાઈનો પણ વર્તમાનપત્રએ છાપી હતી. આ પત્રમાં બ્રૂનીએ સકીના વિશે લખ્યું હતું કે, આપણા લોહીને ઠંડુ શા માટે પડવા દેવું, તેમજ આપણા બાળકોનું અપહરણ શા માટે થવા દેવું? કારણ કે તમે જિંદગી જીવી લીધી છે, કેમ કે તમને લોકો પ્રેમ કરે છે, કેમ કે તમે એક મહિલા છો, કેમ કે તમે ઈરાની છો?