
દક્ષિણ પશ્ચિમ કેન્ટુકીમાં ગુરૂવારે રાત્રે એક ભારે માલવાહક જહાજ એક સ્ટીલ બ્રિજની નીચેથી પસાર થતી વખતે બ્રિજ સાથે ટકરાઈ ગયુ, જેની પછી બ્રીજ તૂટીને જહાજની આગળના ભાગમાં જ ફસાઈ ગયો.
312 ફુટ લંબાઈના ડેલ્ટા મરિનર આઇડલ્સ અત્યારે પણ આંશિક રીતે પુલની નીચે ફસાઇ ગયુ છે. આ માલવાહક જહાજ સંયુક્ત લૉન્ચ એલાયન્સ માટે રૉકેટના કેટલાક સ્પેરપાર્ટ્સ લઈને જઈ રહ્યું હતું. આ રોકેટને ફ્લોરિડાના કેપ કેનવરલ વાયુ સેના સ્ટેશનથી અન્તરિક્ષમાં છોડાશે.
- કેન્ટુકી લેક જળાશય ઉપર બનેલુ એગ્ગનેર ફેર્રી બ્રિજ ખાસ્સો જુનો છે
- સૌથી અવિશ્વસનીય વાત એ રહી કે ટક્કર લાગ્યા પછી પણ કોઈ વ્યક્તિ ઘાયલ નથી થયુ
- તે સમયે એક બાજુ વરસાદ પણ ચાલી રહ્યો હતો, અને રાત્રીના લગભગ 8 વાગ્યાનો સમય હતો.
- ગુરૂવારે રાત્રે એક ભારે માલવાહક જહાજ એક સ્ટીલ બ્રિજની નીચેથી પસાર થતી વખતે બ્રિજ સાથે ટકરાઈ ગયુ
- "મે જોયુ કે આગળનો રસ્તો ત્યાં હતો જ નહીં અને મે અચાનક જોરથી બ્રેક લગાવી દીધી"
કેન્ટુકી લેક જળાશય ઉપર બનેલુ એગ્ગનેર ફેર્રી બ્રિજ ખાસ્સો જુનો છે. લેક અને ટેનેસી નદીને પાર કરવા માટેનો આ એક માત્ર બ્રિજના બે ભાગ આ જહાજ સાથે ટકરાઈ ગયા પછી તૂટી ગયા.
સૌથી અવિશ્વસનીય વાત એ રહી કે ટક્કર લાગ્યા પછી પણ કોઈ વ્યક્તિ ઘાયલ નથી થયુ. કેન્ટુકીના કાદિજના રહેવાસી 51 વર્ષિય રોબર્ટ પાર્કરે જણાવ્યું કે કેન્ટુકીના મુર્રેમાં પોતાના સોતેલા પુત્રના ઘરેથી પરત નીકળ્યા પછી તેઓ અને તેમના પત્ની હાઇવેના માર્ગે ઉત્તર તરફ જઈ રહ્યા હતા.
તે સમયે એક બાજુ વરસાદ પણ ચાલી રહ્યો હતો, અને રાત્રીના લગભગ 8 વાગ્યાનો સમય હતો. ત્યારે જ તેઓએ જોયુ કે બ્રિજનો આશરે 20 ફુટનો ભાગ ત્યાથી ગાયબ થઈ ગયો છે, જે પાણીથી લગભગ 20 ફુટ ઉપર હોય છે. તેઓએ કહ્યું કે અચાનક "મે જોયુ કે આગળનો રસ્તો ત્યાં હતો જ નહીં અને મે અચાનક જોરથી બ્રેક લગાવી દીધી" પાર્કરે જણાવ્યું કે "તેઓએ પુલના તૂટેલા હિસ્સાથી માત્ર 5 ફુટના અંતરે પોતાની પિકઅપને રોકી દીધી, પાછળથી આવતી બે અન્ય કારો પણ તેમની કાર સાથે ભટકાઈને ઊભી રહી ગઈ અને પુલની સામેની બાજુએ પણ એક કાર ઊભી રહી ગઈ. હવે આ રાજ્યના અધિકારીઓ તેની તપાસ કરી રહ્યાં છે કે બ્રિજમાં કયો હિસ્સો તૂટી ગયો છે."
નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.



