Advertisement
Home >> International News >> NRG >> Can Romney Defeat Obama

USના પ્રમુખની ચૂંટણી: રોમની કરી શકશે ઓબામાને ચીત ?

Praveen Desai, Silicon Valley | Jul 29, 2012, 15:19PM IST
 
 

અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણી આવી રહી છે. સત્તારૂઢ ડેમોક્રેટિક પક્ષના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા સામે રિપબ્લિકન મિટ રોમની વચ્ચે રસાકસીભરી સ્પર્ધા ચાલી રહી છે. સમગ્ર ચૂંટણી અભિયાનમાં ચર્ચાનો મુખ્ય મુદ્દો ઓબામા સૂચિત વિવાદાસ્પદ 'એક્ઝિક્યુટિવ ઓર્ડર ડ્રીમ’ એક્ટ ફોર ડ્રીમર્સ અને 'ઓબામા કેર’ છે.

અમેરિકાની સંસદ-(કોંગ્રેસ) તરફથી ડ્રીમ એક્ટ પરની વિલંબિત પ્રતિક્રિયાથી પરેશાન પ્રમુખ ઓબામાએ ૧પમી જૂન, ૨૦૧૨ના રોજ ઇમિગ્રેશન સંબંધિત ગેરકાનૂની વસાહતીઓ અને વિદ્યાર્થીઓને દેશનિકાલની સજા મુક્તિ આપવા સાથે કાનૂની દરજ્જાએ વર્ક પરમિટ દ્વારા સત્તાવાર રોજગારી માટેના અધિકાર આપતાં આવેદનપત્ર પર સહી-સિક્કા કર્યા હતા.

આ ધારાથી અમેરિકામાં વસતા અંદાજે ૮૦૦,૦૦૦ (આઠ લાખ) ગેરકાયદે વસાહતીઓને આવરી લેવાયા છે. જેમાં બાળવયે ૧૬ વરસની નીચેની ઉંમરે અમેરિકાને ઘર કરીની રહીને સતત પાંચ વરસથી દેશમાં કાયમી નિવાસ કરતો હોવો જોઇએ. દેશની પ્રાથમિક તેમજ હાઇસ્કૂલનું જનરલ ડેવલપમેન્ટ એજ્યુકેશન-અ સર્ટિ‌ફિકેટ હોવું જરૂરી છે. અમેરિકાના સશસ્ત્રીદળના પાયદળ-નૌકાદળમાં સેવા બજાવતા માનપૂર્વકની નિવૃત્તિ મેળવેલ હોય અને જાહેર સામાજિક સ્તરે તેમજ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી ન હોવી જોઇએ.

આ માપદંડ અંતર્ગત યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ, યુએસ કસ્ટમ્સ એન્ડ ર્બોડર પ્રોટેક્શન, ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી- ઋફની તમામ કચેરીઓને ક્વોલિફાય વ્યક્તિ માટે દેશના કાયદાના અમલની સૂચના અપાઇ છે.

અમેરિકામાં આખી દુનિયાના વિવિધ ધર્મ, ભાષા, સંસ્કાર, સંસ્કૃતિ ધરાવતા વિભિન્ન જનજાતિ લોકો રહે છે. દેશના બંધારણે નાગરિક અધિકારોનું રક્ષણ કરાય છે. દેશમાં અતિ ઝડપથી વૃદ્ધિ પામી રહેલ સ્પેનિશ (મેક્સિકન), લેટિનોઝ, ચીન, કોરિયા, ફિલિપિનો પછી ભારતીય સમુદાય આગળ છે. અમેરિકાના પ૦ રાજ્યોના વિવિધ પ્રદેશોની તુલનાએ કેલિફોર્નિ‌યા રાજ્યની આઇ-ટી રાજધાની સિલિકોન વેલીમાં અંદાજે દોઢ લાખ શિક્ષિત ભારતીય મૂળના મોટાભાગના સોફ્ટવેર પ્રોફેશનલો છે.

વિશાળ ડાયસપોરાની વિવિધ ઔદ્યોગિક એકમોની સક્રિયતાએ દેશના અર્થતંત્રના માળખાને અદ્ભુત સહાયક થઇ રહ્યા છે. તેમાંના દર ત્રણ સોફ્ટવેર નિષ્ણાતોમાં એક ભારતીય છે. મોટાભાગના ભારતીય ડેમોક્રેટિક પક્ષના અનુયાયીઓ છે. દેશની સૌથી મોટી વિદેશી વસાહતીઓમાં એશિયનોના બહુમૂલ્ય પ્રદાનથી પ્રભાવિત બરાક ઓબામા પ્રત્યેની લોકપ્રિયતા ટોચના સ્થાને છે.

અમેરિકાના દરેક સામાજિક જીવનમાં ચોક્કસ પ્રકારના વિવિધ સંજોગોના પડકારો હોય છે. મૂળ અશ્વેત જાતિના, મુસ્લિમ ધર્મી બરાક હુસૈન ઓબામાની વિશષ્ટિ પ્રતિભાના માનવતાવાદનો પ્રભાવ વધુ છે.
દેશના પ્રતિસ્પર્ધાત્મક નકારાત્મક વાતાવરણમાં લડાયક મિજાજમાં સૌપ્રથમવાર ફરજિયાત ઓબામા કેર આરોગ્ય વીમા યોજનાને આગળ ધરી છે.

સામાન્ય રીતે કેન્દ્ર-(ફેડરલ) અને રાજ્ય સરકારની આરોગ્ય સેવા મેડિકેર અને મેડિકેલ અંતર્ગત કોઇને કંઇ પણ હોસ્પિટલની મદદની જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે. ઇમિગ્રેશનના વિકલ્પો આધારિત લોકોની પણ સત્તાવાર આરોગ્ય સંભાળ રખાય છે. નાના-મોટા શહેરો અને ગામડામાં ગેરકાયદે રહેતા વસાહતીઓ પોલીસથી ગભરાય છે. ઘણીવાર દિવસના ૧૬ કલાક કામ કરતા, ઓછી આવકવાળા પરિવારની શારીરિક હેરાનગતિએ મુશ્કેલી વધતી હોય છે.

કેટલાક બદનસીબ પરિવારમાં વારસાગત રોગીઓને આરામ કરવાનું કહેવામાં આવે છે. તેમાં હૃદયરોગ, કેન્સર, શ્વાસોશ્વાસ, ફેફસાંની બીમારી, ડાયાબિટીસ, કિડની માટેના ડાયાલિસીસ તથા વિસ્મૃતિદોષના અલ્ઝાહ્યુમરના દર્દીઓની પ્રિ-એક્ઝિસ્ટિંગ કન્ડિશનને કારણે ખાનગી વીમાથી વંચિત રહેવું પડે છે. આવા પ્રકારની અનિચ્છનીય હેરાનગતિનો શિકાર બનેલા લાખો લોકો અમેરિકામાં છે. તેમની મુશ્કેલીમાં સહાયક બનતી માનવતાવાદી અભિગમથી દેશના દેરક નિ:સહાય લોકોને પોતાની રીતે જીવન જીવવાની સ્વતંત્રતા પ્રાપ્ત થશે.

અમેરિકાના ઇતિહાસમાં સૌપ્રથમવાર ફરજિયાત સસ્તા દરે વારસાગત દરેક પ્રકારના અસાધ્ય રોગના દર્દીઓની ફરજિયાત વીમા યોજનાની ગોઠવણી છે. દરેકને દેશની ખાનગી તેમજ જાહેર હોસ્પિટલો, ડોક્ટરની મદદ મળશે. અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓને સમજવા માટેના આવશ્યક દરેક પ્રકારના પરીક્ષણો માટે કાયદાકીય સુરક્ષા કવચ પૂરું પાડે છે. વિકલાંગતાથી પીડાતા બાળકો, વયસ્કોને મદદ અને મંદબુદ્ધિના દર્દીઓના શિક્ષણની અગ્રગણ્ય ભૂમિકા છે. ઉચ્ચ બૌદ્ધિક ક્ષમતા સર્જિત ઓબામા કેર અંતર્ગત સમગ્ર અમેરિકાના અસરગ્રસ્તો સંકળાયેલા રહેશે.

આ નિયમથી ગરીબ, ઓછી આવકવાળા, ગેરકાનૂની વસાહતી વ્યક્તિના માનસિક તનાવમાં આર્શીવાદરૂપ ફરજિયાત રાષ્ટ્રીય આરોગ્ય વીમા યોજના તંદુરસ્તી જાળવવાની પૂરેપૂરી તક પૂરી પાડે. અમેરિકાની કેન્દ્ર સરકાર આધારિત કેલિફોર્નિ‌યા રાજ્યના મેડિકેર અંતર્ગત ૨૦૧૨-૧૩ વર્ષ દરમિયાન ૮૩ લાખ ગરીબ, મધ્યમવર્ગી તથા જ્યેષ્ઠ નાગરિકોને આવરી લેવામાં આવશે. તેને માટે વાર્ષિ‌ક ૬૧.૮ બિલિયન ડોલરનું બજેટ ફાળવવામાં આવ્યું છે. બારે માસ પ્રાઇમરી કેર (નિયુક્ત ફેમિલી ડોક્ટર)ની દેખરેખ હેઠળ સારવારની જોગવાઇ છે. અસાધારણ આપત્તકાલિન પરિસ્થિતિમાં રાજ્યના પંચાવન ટકા લોકો વર્ષે (ઇમર્જન્સી રૂમ) તરફ દોડે છે. અમેરિકાના નિયમોએ તેને માટે ૯૧૧ની ફોનસેવાએ પલકારામાં હાજર થતી એમ્બ્યુલન્સ, અિગ્નશામક વાન અને પોલીસદળની મદદ અપાય છે.

સમાજવાદી સમાજ રચના પરોક્ષા હિ‌માયતી રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાના નીતિલક્ષી નિર્ણયથી દરેક પ્રકારના જરૂરતમંદોને આરોગ્ય સેવાનો લાભ પ્રાપ્ત થશે. ૨૦૧૪ની સાલથી અમલી થનાર ઓબામા કેર અંતર્ગત વધુ ૧પ લાખ લોકોનો ઉમેરો થશે. કુલ ૭૭ લાખ લોકોમાં ૯ લાખ બાળકો અને યુવકોને આવરી લેવાયા છે. પરિણામે વાર્ષિ‌ક નવ બિલિયન ડોલરના ખર્ચભાર સાથે અમેરિકાના નાગરિક અધિકારની પ્રતિબદ્ધતાએ ભવિષ્ય નિર્માણના ધ્યેયે ઓબામા કેરની ગોઠવણી છે.
 
 
 

Your Opinion
 
 
Code:
9 + 7

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment