ચુંટણી પહેલાના રાષ્ટ્ર જોગ સંબોધનમાં ઓબામા એ જણાવ્યું કેઃ ઉગ્રવાદી સંગઠનો હવે છટકી નહીં શકે કારણ કે ઈરાક યુદ્ધ પછી હવે US પોતાનું ધ્યાન ત્યાં કેન્દ્રિત કરશે.
ઈરાક યુદ્ધના નિર્ણાયક પરિણામો જાણી પાકિસ્તાનથી યમન તથા અલકાયદા સંગઠનો મુંઝાયેલા છે. તે અમેરીકા સુધી પહોંચવામાં નિષ્ફળ ગયા છે. આ બાબત પર મજબૂતાઈ પૂર્વક અમે કાર્ય શરૂ કર્યું છે. અફઘાનિસ્તાનમાં ગયેલા અમારા 10,000 સૈનિકો ઘરે પાછા ફરી રહ્યા છે અને ઉનાળાના અંત સુધીમાં બીજા 23,000થી વધુ સૈનિકો પાછા ફરશે. અમેરિકા વિરૂદ્ધ ફરી હુમલાનો સ્ત્રોત ન મળે તે માટે અફઘાન સાથે ભાગીદારી કરી તેને પણ સાંકળી લેવામાં આવશે. એવું ઓબામા એ જણાવ્યું હતું.
ઓબામા એ કહ્યું કે બે દાયકામાં પ્રથમ વખત અલકાયદા અમેરિકા માટે ખતરો નથી, ઈરાક યુદ્ધ પછી ઓસામા બિન લાદેન જેવા અલકાયદાના મોટા નેતાઓને માત આપી છે માટે તાલિબાનની તાકાત તુટી છે. મોટાભાગના સૈનિકો ઘરે આવી રહ્યા છે. દેશ દાઝ દાખવી સૈનિકોએ જે સિદ્ધિ દાખવી છે તે એક વસિયતનામું છે.