
બ્રિટનમાં ૩ બીજા દિવસે પણ અનેક શહેરોમાં ૧૦૦ કિ.મી. વધુ ઝડપે પવન ફૂંકાતા ભારે મુશ્કેલી સર્જાય હતી. અનેક સ્થળોએ વૃક્ષો પડી જતાં વાહન વ્યવહાર ખેરવાયો હતો. બે દિવસમાં બે લોકોના મોત નિપજ્યા છે અને ૬૦ લોકો લાપતા થયા છે. જ્યારે ૬૦,૦૦૦ લોકોને અંધારપટ્ટમાં રહેવાની ફરજ પડી હતી. ચક્રવાતને કારણે અનેક ફલાઇટોને પણ અસર થઇ છે. હાલાકીમાં મૂકાયા હતા કેન્ટમાં ઝાડ પડી જતાં એક ૫૦ વર્ષીય વાન ચાલક મૃત્યુ પામ્યો હતો.


