ફ્રાંસના રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીની ત્રીજી પત્ની કાર્લા બ્રૂની પર બહુ નજીકના ભવિષ્યમાં એક પુસ્તક પ્રગટ થઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પુસ્તકમાં બ્રૂનીની ‘સીક્રેટ લાઈફ એન્ડ લવર્સ’નો ખુલાસો કરવામાં આવશે.
ખણખોદીયા લેખક બેસમા લાહોરી દ્વારા લખવામાં આવેલા આ પુસ્તકનું પ્રકાશન સપ્ટેમ્બરના અંત સુધીમાં કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પુસ્તકને પેરિસની પબ્લિશિંગ હાઉસ ફ્લેમેરિયાનમાં બંધ તાળામાં રાખવામાં આવ્યું છે.
આ પુસ્તકના પ્રકાશનને લઈને એટલી ગુપ્તતા જાળવવામાં આવી રહી છે કે હજી સુધી પુસ્તકના શીર્ષક અંગે પણ ખૂલાસો કરવામાં આવ્યો નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે માર્કેટમાં આવતાની સાથે આ પુસ્તક ધૂમ મચાવી દેશે. સૂત્રોનું માનવામાં આવે તો આ પુસ્તકમાં બ્રૂનીના ભૂતપૂર્વ પ્રેમિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. લાહોરીએ આ પહેલા ફ્રાંસના મહાન ફૂટબોલર ઝિનેદિન ઝિદાને પર પુસ્તક લખ્યું હતું. હાલમાં તે કોઈ અજાણ્યા સ્થળે છૂપાયા છે. તેમજ તેના પુસ્તકમાં છપાઈ રહેલી સામગ્રીની સુરક્ષા માટે અનેક સુરક્ષા જવાનોને કામ લગાડવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પુસ્તકમાં બ્રૂનીના પ્રેમિઓ સહિત તેની ખાનગી જિંદગીના અનેક ગુપ્ત રહસ્યો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ બ્રૂનીના વકીલે પુસ્તક માર્કેટમાં આવવાનું હોવાનું ધ્યાનમાં રાખી અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.