Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટનો આ કિસ્સો જરા વાંચો, 'છાતીના પાટિયા બેસી જશે'

Source: Agency   |   Last Updated 3:46 PM [IST](01/02/2012)
 
 
 
|  

જ્યારે બ્રિટનની બે જુડવા બહેનો રકેલ અને અન્ના જેકબે સ્તન સર્જરી કરાવી હતી, તો તેઓએ વચન આપ્યું હતું કે તેઓ ક્લિનિકને પ્રોત્સાહન આપવામાં મદદ કરવા એડ કેમ્પેનમાં ભાગ લેશે.

તેઓએ આવુ કર્યું પણ ખરા. પરંતુ રકેલને 1000 પાઉન્ડ દઈને પોતાના પીઆઈપી બ્રેસ્ટ એમ્પાંટને પાછુ કઢાવવું પડ્યું, કારણ કે તે છાતીમાં જ ફાટી ગયો હતો. જ્યારે એમ્પ્લાંટ છાતીમાં જ ફાટ્યો ત્યારે અચાનક જ રકેલની ઉલ્ટીઓ આવવાનું શરૂ થઈ ગયુ હતુ અને તેઓને ખાસ્સો થાક પણ અનુભવાયો. આટલું જ નહીં છાતીમાં રાખેલી સિલિકૉન થેલીના કારણે રિસાવ થવા લાગ્યું અને તેના લ્યમ્ક ગ્લેંડ્સમાં જતા રહ્યાં.

- ચાર બાળકોની માતા 32 વર્ષીય રકેલનું હવે વજન ખાસ્સું ઘટી ગયુ છે
- સર્જરીના પાંચ વર્ષો પછી નીકાળ્યા બાદ તે પોતાના દેખાવને લઈને ખાસ્સી દુઃખી જોવા મળી છે
- જ્યારે મને તેમની જરૂર ઊભી થઈ તો તેઓએ મારી પાસેથી એમ્પ્લાન્ટ્સ નીકાળવાના પણ પૈસા લઈ લીધા
- આ એમ્પ્લાન્ટ્સમાં નોન મેડિકલ ગ્રેડના સિલિકૉન ભરવામાં આવ્યા હતા


ચાર બાળકોની માતા 32 વર્ષીય રકેલનું હવે વજન ખાસ્સું ઘટી ગયુ છે. તે આ અત્યારે શોકમાં છે. રકેલ લિંકસિસમાં સ્કોટરની સેલ્સ મેનેજર છે. રકેલે બાળકોના જન્મ પછી પોતાના બ્રેસ્ટને 34 ડી શેપમાં લાવવા માટે બ્રેસ્ટ એમ્પ્લાંટ કરાવ્યું હતું. એમ્પ્લાંટમાં સિલિકૉનની થેલી લગાવામાં આવે છે.

પરંતુ એમ્પ્લાન્ટ્સને સર્જરીના પાંચ વર્ષો પછી નીકાળ્યા બાદ તે પોતાના દેખાવને લઈને ખાસ્સી દુઃખી જોવા મળી છે. હવે તેને પોતાની બાળકીને દૂધ પીવડાવવામાં ખાસ્સી સમસ્યા સર્જાઈ રહી છે.

તેઓએ જણાવ્યું કે "હવે મારા સ્તનને જોઈને એવુ લાગે છે કે મે પોતાના સ્તનને જ નીકાળી દીધા હોય. મની નથી ખબર કે આ ક્યારે નોર્મલ થઈ શકશે. મે ક્લિનિકની કમાણીમાં મદદ કરી. જ્યારે મને તેમની જરૂરિયાત અનુભવાઈ તો તેઓએ મારી પાસેથી એમ્પ્લાન્ટ્સ નીકાળવાના પણ પૈસા લઈ લીધા."

જોકે રકેલની બહેન અન્ના, જેઓએ ટ્રાન્સફોર્મ કૉસ્મેટિક સર્જરી ગ્રુપ દ્વારા અને નોન પીઆઈપી એમ્પ્લાન્ટ્સ લગાવડાવ્યા હતા, તેઓએ પોતાના એમ્પ્લાન્ટ્સ નીકાળવાની જરૂરીયાત નહોંતી ઊભી થઈ.

ઉલ્લેખનીય છે કે તકલાદી સિલિકોનથી બનેલા એમ્પ્લાન્ટ્સનો ઉપયોગ કરનારી મહિલાઓમાં સ્વાસ્થ્યને લઈને 2012માં વૈશ્વિક ચેતવણી વ્યક્ત કરવામાં આવી હતી.

લગભગ 40,000 બ્રિટિશ મહિલાઓએ પીઆઈપી એમ્પ્લાન્ટ્સ જેને ફ્રાન્સની કંપની પોલી એમ્પ્લાંટ પ્રોસ્થેસેસને બનાવ્યું હતુ અને લગાવ્યું પણ હતું.

તાજેતરમાં જ આ કંપનીને બંધ કરી દેવાઈ છે. આ એમ્પ્લાન્ટ્સમાં નોન મેડિકલ ગ્રેડના સિલિકૉન ભરવામાં આવ્યા હતા જેનો ઉપયોગ ગાદલા બનાવામાં કરવામાં આવે છે.

નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.


 
 
 
 
 
 
 
 
 
 
|  
 
 

Your Opinion

 

Code :
5 + 9

 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.