રશિયાના ઉત્તરી ઓસેતિયન વિસ્તારના કોકેસસ શહેરમાં એક ભરચક બજારમાં થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા છે. જ્યારે 80 થી વધારે લોકો માર્યા ગયાના સમાચાર છે. ઈન્ટરફેક્સ સંવાદ સમિતિએ ઉત્તરી ઓસેતિયા સરકારના સૂત્રોના હવાલેથી જણાવ્યું હતું કે હુમલાખોર એક વોલ્ગા કારમાં આવ્યો હતો અને બજારના પ્રવેશ દ્વાર પર તેની કારને ઉડાવી દીધી હતી.
ઉત્તરી ઓસેતિયાન ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે હુમલામાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા છે, જ્યારે 80 ઘાયલ થયા છે. પોલીસે હાલમાં સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે. તેમજ ઈમરજન્સી દળને ઘટના સ્થળે મોકલી દીધુ છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આજુબાજુના મકાનોના કાચ પણ તૂટી ગયા હતાં.
ઈન્ટરફેક્સે જણાવ્યું હતું કે વિસ્ફોટકનું વજન દસ કિલોગ્રામની આસપાસ હતું. વિસ્ફોટને કારણે આસપાસના વિસ્તારોમાં ડરની લાગણી ફેલાઈ ગઈ હતી.