બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની બ્લેયર વધુ પડતા કામને કારણે સ્ટ્રેસ હળવો કરવા માટે શરાબનો સહારો લેતા હતાં. બ્લેયરે પોતાની આત્મકથા ‘ટોની બ્યેયર એ જર્ની’માં ખૂદ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. બ્લેયરે લખ્યું છે કે તે એવું કહી ન શકે કે તેનું નિયંત્રણ શરાબ ઉપર હતું કે શરાબનું નિયંત્રણ તેમની ઉપર હતું.
ધ સનના જણાવ્યા પ્રમાણે બ્લેયરે પોતાની આત્મકથામાં વડાપ્રધાન પદે રહ્યા તે સમય દરમિયાન બનેલી અનેક ઘટનાઓનું વર્ણન કર્યું છે. જેને લખવા માટે તેને ત્રણ વર્ષ લાગ્યા હતાં. બ્લેયરે પોતાની જીવન ઝરમરમાં લખ્યું છે કે કામ પુરું થયા બાદ તે હંમેશા દારૂ પીવા માટે ઉતાવળા થતાં હતાં.
અને ક્યારેક ક્યારેક તે લિમીટ કરતા પણ વધારે શરાબ પી જતા હતાં. બ્લેયરના જણાવ્યા પ્રમાણે તે લંચ ટાઈમે ક્યારેય શરાબ પીતા ન હતાં. પરંતુ સરેરાશ કાઢવામાં આવે તો તે સામાન્ય માત્રા કરતા વધારે શરાબ પીતા હતાં. બ્લેયરના જણાવ્યા પ્રમાણે ડિનર પહેલા વ્હિસ્કી અથવા જિનના બે ગ્લાસ અથવા અડધી બોટલ શરાબ પીવો સામાન્યથી વધારે નથી.
બ્લેયરે વધુમાં લખ્યું છે કે કામના ભારમાંથી મુક્ત થવા માટે શરાબનું સેવન કરવું સારો રસ્તો છે, અને તેનાથી આરામ મળે છે. બ્લેયરના જણાવ્યા પ્રમાણે ઈમાનદારીથી કહું તો આ એક ડ્રગ છે જેનાથી કોઈ છૂટી શકતું નથી પરંતુ મને વિશ્વાસ છે કે હું સંપૂર્ણ રીતે આલ્કોહોલના નિયંત્રણમાં હતો.