બ્રિટિશ સૈન્યના વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં પ્રમાણે ડાયના ખાણના કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓને ઉઘાડા પાડવાની હતી તેના માટે તેની હત્યા કરવામાં આવી હતી. ડાયના પાસે એક ડાયરી હતી અને તે બ્રિટિશ ખાણના ઉત્પાદકો સાથે સંકળાયેલા ભ્રષ્ટ અધિકારીઓને ઉઘાડા પાડવાની તૈયારી કરી રહી હતી.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે દરેક લોકો એ વાતની ખબર છે કે બ્રિટનમાં આવેલી ખાણમાં થતા ઉત્પાદન સાથે કેટલાક ઉચ્ચ અધિકારીઓના અંગત હિતો સંકળાયેલા છે. તેણી ખાણ માલિકોની ગેરરીતિઓનો ભોગ બનેલા અસરગ્રસ્તો માટે એક સંસ્થા ખોલવા જઇ રહી હતી. ડાયનાના મૃત્યુ બાદ એક બોક્સ ગાયબ કરી દેવામાં આવ્યું છે. આ બોક્સમાં આ ખાણ માલિકોની ગુપ્ત માહિતી ધરાવતી કેટલિક અગત્યની ડાયરીઓ પણ ગાયબ થઇ ગઇ છે.
આ અધિકારીએ જણાવ્યું હતું કે મને જુદા જુદા તપાસ એજન્સી તરફથી આ કેસની તપાસ કરવા માટે ઓફર કરવામાં આવી હતી. જો કે મે પહેલીથી જ આ ઘટનામાં ઉંડો રસ લઇ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ડાયના કેસ એવો ચૂકાદો આપવામાં આવ્યો છે કે ડાયનાનું મૃત્યું કોઇ અકસ્માત નથી પરંતુ પાપારાઝીઓ દ્વારા કરવામાં આવેલુ ખુન છે. આ પાપારાઝીઓ અત્યાર સુધી પકડી શકાયા નથી.