સંસ્કૃતિની પ્રશંસા કરતાં એસેમ્બલિ મેમ્બર્સ
Bhaskar News, Traiten
| Jul 25, 2012, 15:53PM IST

-૧૦૦૦થી વધુ લોકોની હાજરી
ન્યૂ જર્સી સ્ટેટ એસેમ્બલિ મેમ્બર્સ ઉપેન્દ્ર ચીવુકુલા, જહોન મેક્કીઓન અને મીલા જેસીએ લિવિંગસ્ટનનું નવા નામ ‘સંસ્કૃતિ ઓફ ન્યૂ જર્સી’ સાથે વિસ્તરણ કરીને તેને રાજ્યવ્યાપી સંસ્થા બનાવવા બદલ એશિયન ઇન્ડિયન લિવિંગ ઇન લિવિંગસ્ટન (એઆઈએલઆઈવી)ના નેતૃત્વ અને સભ્યોની પ્રશંસા કરી હતી.
સંસ્કૃતિ એટલે સંસ્કૃતિ અથવા સંસ્કૃતમાં તેને વારસા તરીકે ગણાય છે. સંસ્થા તેના સભ્યોમાં ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા સાથે ભારતીય ભાષા, સંસ્કૃતિ અને ફિલોસોફી અંગે લોકોમાં જાગૃતિ લાલવા સાથે તે ન્યૂ જર્સીના ભારતીય અમેરિકન સમુદાયને પણ જાગૃતિ લાવવા માંગે છે. જુથ ભારતીય અમેરિકનોને સ્થાનિક મુખ્ય પ્રવાહની ઇવેન્ટ જેવી કે મેમોરિયલ કે પરેડ તેમજ ફૂડ બેંક અને કપડા વિતરણ અભિયાનમાં પણ ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે. સંસ્થાની સફળતા ચોથા વાર્ષિક ઇન્ડિયા ફેસ્ટમાં જોવા મળી હતી. જેમાં ૧૦૦૦થી વધુ લોકોએ હાજરી આપ્યાનો અંદાજ છે.
ચીવુકુલાએ જણાવ્યું કે હું ઇન્ડિયા ફેસ્ટની સફળતા માટે આયોજકોને બીરદાવું છું. ત્રણ વર્ષ પહેલાં સંસ્થાના સંપર્કમાં આવેલા મેક્કીઓને કહ્યું કે મને ખુશી છે કે હું આ જુથને જાણતો થયો છું. સંસ્થા મને શિક્ષણથી લઈને સ્વાસ્થ્ય સંભાળ જેવા મુદ્દાઓ અંગે મહામૂલી માહિતી આપી છે જે મને નીતિ ઘડવામાં મદદરૂપ થઈ છે.





