સિરિયાના રાષ્ટ્રપતિ બશર અસદની પત્નીએ દેશ છોડીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેણીને સફળતા મળી ન હતી અને તે સંતાનો અને સાસુની સાથે ઝડપાઈ ગઈ હતી. આ કામમાં સિરિયાના રાષ્ટ્રીય સુરક્ષા દળોએ પણ સાથ આપ્યો હતો.
ઈજિપ્તના અખબાર અલ-મસરી-એલ-યોમાનના જણાવ્યા પ્રમાણે,અસાદની માતા અને પિત્રાઈ સાથે કાફલો પસાર થઈ રહ્યો હતો. ત્યારે બળપાખોરોએ તેમને આંતર્યા હતા. આ લોકો દમાસ્કસ એરપોર્ટ જઈ રહ્યો હતો. બીજી બાજુ, સિરિયાના બળવાખોરોએ ચાવીરૂપ ગેસ પાઈપલાઈનને ઉડાવી દીધી હતી. જેના કારણે હોમ્સ શહેરને મળતો ગેસનો પૂરવઠો બંધ થઈ ગયો છે. જ્યારે લગભગ સાડા ચાર લાખ ક્યુબિક મીટર ગેસનું નુકશાન થયું હોવાનો અંદાજ છે.
અસાદના શાસન વિરૂદ્ધના દેખાવો દિવસે-દિવસે ઉગ્ર બની રહ્યાં છે. ગયા વર્ષથી અત્યાર સુધી અત્યાર સુધીમાં હજારો લોકો સિરિયાના આંતરિક યુદ્ધમાં માર્યા ગયા છે. જ્યારે ગઈકાલે થયેલી આંતરિક લડાઈમાં 61 લોકોના મોત થયા છે.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.