- કોર્ટે દોષિત ઠેરવી સેક્સ ગુનેગાર જાહેર કરવાનું પણ કહ્યું
કેલિફોર્નિયાના એક વ્યક્તિને શ્વાનનો શ્વાસ રૂંધવા અને તેનું યૌન દુર્વ્યવહાર કરવા બદલ 10 વર્ષની જેલની સજા ફટકારાઇ છે એટલું જ નહીં પરંતુ હવે તેને સેક્સ ગુનેગાર જાહેર કરવાનું પણ કહેવાયું છે.
ફરિયાદીઓએ કહ્યું કે દોષિત રોબર્ટ એડવર્ડ છેલ્લા 8 માસથી શ્વાન સાથે અધમ કૃત્ય આચરતો હતો. આ શ્વાન દક્ષિણ સાક્રમેન્ટોના એક પરિવાર સાથે રહેતો હતો જ્યારે એડવર્ડ તે જ ઘરના એક ભાગમાં ભાડેથી રહેતો હતો.
માર્ચ માસમાં મકાન માલિકને એડવર્ડનો શ્વાન ગેરેજના એક ખૂણામાં દર્દથી કણસતો મળી આવ્યો હતો. તેણે જોયું કે એડવર્ડનો શ્વાન લગભગ નિર્જીવ જેવો થઇ ગયો છે અને દર્દથી કણસી રહ્યો છે ત્યારબાદ તરત જ શ્વાનની સારવાર કરાઇ અને તેનો જીવ બચાવી લેવાયો બાદમાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.