વોશિંગ્ટન. ઈરાન ઉપર લાગેલા પ્રતિબંધોની કોઈ અસર ન જોવા મળતા અમેરિકાએ હવે તેના ઉર્જા ક્ષેત્રો ઉપર વાર કરવાની તૈયારીઓમાં લાગી ગયુ છે, જેના સ્વરૂપે રિવોલ્યૂસનરી ગાર્ડના અધિકારીઓ, તેમની સાથે કારોબાર કરનારી કંપનીઓને પ્રતિબંધિત કરવામાં આવશે.
- ઑઇલ ખરીદનારી વિદેશી કંપનીઓ ઉપર પણ અમેરિકા અંકૂશ લગાવશે
- ઇરાન અને તેના નેતૃત્વને હજુ પણ વધારે સબક શિખવવાની જરૂરિયાત
- અધિકારીઓ અને સમર્થકો વગેરેની ઓળખ કરીને તેમને પણ પ્રતિબંધોના ગાળામાં લાવવાની જોગવાઈ થશે
- તે કંપનીઓ ઉપર પણ લગામ કસવાનુ કામ કરશે જે રેવોલ્યુશનરી ગાર્ડ સાથે વેપાર કરે છે
અમેરિકન સંસદના ઉચ્ચ સેનેટની બેન્કિંગ કિસ્સાઓની સમિતિના અધ્યક્ષ ટિમ જોનસને સોમવારે આ નવા વિધેયક અંગે જાણકારી આપતા કહ્યું કે ઈરાન દ્વારા પોતાના વિવાદાસ્પદ પરમાણુ કાર્યક્રમને લઈને આડોડાઈ ભર્યું વલણ અપનાવવા અને આંતરરાષ્ટ્રીય જવાબદારિઓનું પાલન નહીં કરવાથી તેને અને તેના નેતૃત્વને હજુ પણ વધારે સબક શિખવવાની જરૂરિયાત ઊભી થઈ પડી છે. આ વિધેયક ઉપર સેનેટમાં ગુરૂવારે ચર્ચા તેમજ મતદાન થશે.
આ વિધેયકનો કાયદો બની ગયા બાદ ઓબામા પ્રશાસનને 90 દિવસોની અંદર ઈરાનની સર્વોચ્ચ રેવોલ્યૂશનરી ગાર્ડના અધિકારીઓ અને સમર્થકો વગેરેની ઓળખ કરીને તેમને પણ પ્રતિબંધોના ગાળામાં લાવવાની જોગવાઈ થશે.
આ વિધેયક તે કંપનીઓ ઉપર પણ લગામ કસવાનુ કામ કરશે જે રેવોલ્યુશનરી ગાર્ડ સાથે વેપાર કરે છે. તેની સીધી અસર ઈરાનના ઉર્જા ક્ષેત્ર ઉપર પડશે. આ વિધેયકનો કાયદો બની ગયા પછી 'નેશનલ ઇરાનિયન ઓઇલ કંપની' અને 'નેશનલ ઇરાનિયન ટેન્કર કંપની' પાસેથી ઑઇલ ખરીદનારી વિદેશી કંપનીઓ ઉપર પણ લગામ કસવામાં આવશે.
નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.