અમેરિકાએ સોમવારે રાત્રે તેના સ્ટેટ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પરથી ભારતનો વિવાદાસ્પદ મેપ હટાવી લીધો છે. જેમાં પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરને પાકિસ્તાનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યો છે. આ અંગે ભારત દ્વારા વાંધો ઉઠાવવામાં આવતા અમેરિકા દ્વારા મેપ હટાવી લેવામાં આવ્યો હતો.
-ભારતના વિરોધ સામે નમ્યું અમેરિકા -હટાવ્યો વાંધાજનક નક્શો -અન્ય વેબસાઈટ્સ પરથી હટશે વાંધાજનક મેપ -બિનઈરાદાપૂર્વકની ભૂલનો બચાવ
અમેરિકાની એમ્બેસીના પ્રવક્તાના કહેવા પ્રમાણે, "ભારતના નક્શામાં કેટલીક ખામીઓ હતી. આ મેપમાં વ્યવસાયિક કે વૈજ્ઞાનિક નક્શા જેટલી ચોક્કસાઈ ન હતી. કોઈપણ પ્રકારની ભૌતિક જે જીઓફિઝિકલ ખામી ઈરાદાવગરની હતી. જ્યારે અમારા ધ્યાનમાં આ વાત મુકવામાં આવી હતી કે, તૂર્ત જ અમે આ નક્શો હટાવી લીધો હતો." સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા વિક્ટોરિયા નુલાન્ડના જણાવ્યા પ્રમાણે, "અમે વેબસાઈટ પરથી ભારતનો મેપ હટાવી લીધો છે. તેની સરહદો અને ભૌગોલિક લાક્ષ્ણિકતામાં કેટલીક ખામીઓ હતી. મારી સમજણ પ્રમાણે, તે ઈરાદાવગરની ભૂલ હતી. અમે નવો મેપ મુકીશું."જો કે, અયોગ્ય મેપ ક્યાંથી આવ્યો અને કેવી રીતે મુકવામાં આવ્યો તે અંગેના સવાલોના જવાબમાં તેમણે નવો મેપ મુકવાની વાત કરી હતી.
માત્ર સ્ટેટ ડિપાર્ટમેન્ટ જ નહીં, પરંતુ અન્ય વેબસાઈટ્સ અને સાહિત્ય પરથી આ પ્રકારના લેખને હટાવીદેવામાં આવશે. અગાઉ ભારત દ્વારા અમેરિકાના નક્શા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને માંગ કરી હતી કે, તેમાં રહેલી ક્ષતિઓ સુધારી લેવામાં આવે અને ભારતની સીમાઓને યોગ્ય રીતે રજૂ કરવામાં આવે
તમારો મત
શું તમને લાગે છે કે, મુબારક જ પડદા પાછળ સત્તા ભોગવી રહ્યાં છે? શું આ દેખાવો વધુ એક હિંસાચક્રને જન્મ આપશે? તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.