Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> Special
 

ડ્રેગનની આગેકૂચ રોકવા ભારતનો હાથ પકડશે અંકલ સેમ

 
Source: Agency, Washington   |   Last Updated 6:21 PM [IST](06/01/2012)
 
 
 
 
 

પેન્ટાગોન દ્વારા નવી સંરક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી છે. 'Sustaining US Global Leadership: Priorities for 21st Century Defense' નામના દસ્તાવેજ પ્રમાણે, અમેરિકા દ્વારા એશિયા પર વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે. જે મુજબ ચીનને સલામતી માટે ખતરા તરીકે ઠેરવવામાં આવ્યું છે. આ માટે ભારત સાથે અમેરિકાએ લાંબાગાળાના સંબંધો વિકસાવવા જોઈએ તેવો મત પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.

-અંકલ સેમને લાગ્યો ડ્રેગનનો ડર, આપશે ભારતને સાથ
-નવી સંરક્ષણ નીતિ પ્રમાણે
-ભારત સાથે લાંબાગાળાના સંબંધો


પેન્ટાગોન ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ  બરાક ઓબામા પહોંચ્યા હતા. ત્યારે તેમણે આ વાત કરી હતી. આ વિસ્તારમાં અમેરિકાના હિતોનું રક્ષણ કરવામાં ભારત મદદરૂપ થઈ શકે છે તેવો મત પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. ચીનની લશ્કરી તાકત વધશે તો આ વિસ્તારના સમીકરણો બદલાશે તેવી શક્યતા પણ આઠ પન્નાના આ દસ્તાવેજમાં વ્યક્ત કરવામાં આવી છે. નવી સંરક્ષણ નીતિની સાથે જ દાયકાપૂરાણી અમેરિકાની નીતિ બદલાય જશે જેમાં અમેરિકાની સેનાને એક સાથે બે યુદ્ધ મોરચા પર મોકલવાની મંજૂરી આપવામાં આવી હતી.

સંરક્ષણ દસ્તાવેમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ વર્તમાન સૈન્ય અભિયાનને સંપૂર્ણપણે પડતું મુકવામાં નહીં આવે. પરંતુ, તેમના પર પડદો પાડી દેવામાં આવશે. અમેરિકાના દસ્તાવેજ પ્રમાણે, સૈન્ય હિતો અને આર્થિક હિતો પરસ્પર સંકળાયેલા છે. એક સાથે ફોજને ખડકી દેવી હિતાવહ નહીં રહે. કોઈપણ વિસ્તારમાં સ્થિરતા લાવવા માટે અમેરિકા દ્વારા બિન સૈન્ય પ્રયાસો હાથ ધરવામાં આવશે અને જરૂર પડ્યે 'સૈન્યને સૈન્ય' મદદ કરવામાં આવશે. આમ છતાં પૂર્ણકદના સૈન્ય અભિયાનો પણ હાથ ધરવામાં નહીં આવે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને યમનમાં આતંકવાદીઓ સક્રિય હોવાનું પણ આ દસ્તાવેજ નોંધે છે.

તમારો મત
તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.



 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.