અમેરિકા માટે ભારત એક ખતરા સમાન બની ગયું હોવાનું અમેરિકાના સંરક્ષણપ્રધાન લિયોન પેનેટાનું માનવું છે. તેમણે છેલ્લા બે મહિનામાં બીજી વખત એવું નિવેદન કર્યું છે કે, 21મી સદીમાં ચીન અને ભારત તરફથી પડકારનો અમેરિકાએ સામનો કરવો પડી રહ્યો છે.
-ફરી બોલ્યું અમેરિકા – ભારત તરફથી છે જોખમ
-નવી સંરક્ષણ નીતિમાં મૈત્રી પર ભાર પણ ગણતરીની કલાકમાં પેનેટાનું નિવેદન
પેનેટાએ રશિયાની જેમ ચીન અને ભારત સહિતના દેશોમાંથી પડકાર ઊભો થઈ રહ્યો હોવાની વાત પણ કરી હતી. ચીનને નાથવા માટે ભારત સાથે લાંબા ગાળાના સંબંધો વિકસાવવા જોઈએ તેવા મતલબના પેન્ટાગોનના દસ્તાવેજના બહાર આવ્યાના ગણતરીના કલાકોમાં જ તેમણે આ ટિપ્પણી કરી હતી. અમેરિકા દ્વારા જે નવી સંરક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી છે, તેમાં અમેરિકાની સામે ચીનને પણ ખતરા તરીકે
દર્શાવવામાં આવ્યું છે. ચીનને નાથવા માટે અમેરિકાએ ભારતનો સાથ લેવો જોઈએ તેવો મત પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પીબીએસ સાથેના ઈન્ટર્વ્યુમાં ડિફેન્સ સેક્રેટરી પેનેટાએ ચીન સાથે મજબુત સંબંધો બાંધવા ઉપર ભાર મુક્યો હતો. તેમના કહેવા પ્રમાણે પેસિફિક વિસ્તારમાં અમેરિકાના આર્થિક હિતોના સંરક્ષણ માટે પણ આમ કરવું જરૂરી છે.
તમારો મત
તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.