-અલીસાએ શબ્દોને ચપટી વગાડતા જ ઉંધી રીતે બોલી કાઢ્યા
શું તમે કોઈ શબ્દને ઉંધી રીતે બોલી શકો છો ? જો નહીં તો આ યુવતીને મળો. અલીસા નામની યુવતી શબ્દોને ઉંધી રીતે બોલવામાં માહેર છે અને તેના આ અનોખા ગુણના કારણે તેના આ ગજબ કારનામાનાં વીડિયોને અત્યાર સુધી 320,000થી વધુ વખત યુ ટ્યુબ પર જોવામાં આવ્યો છે.
આ વીડિયોને અલીસાના કોઈ મિત્રએ અપલોડ કર્યો છે. આ ક્લિપને એક કારની અંદર કેમેરામાં કેદ કરવામાં આવી છે.
અલીસાના મિત્રોએ તેને મુશ્કેલ શબ્દોને ઉંધી રીતે બોલવા કહ્યું પરંતુ અલીસાએ આ શબ્દોને ચપટી વગાડતા જ ઉંધી રીતે બોલી કાઢ્યા. શબ્દ જેવા કે savings બની ગયુ ‘sgnivas’,gallon ‘nollag’ અને download બન્યું ‘daolnwod’.