ડીએનએ સંશોધનમાં માલુમ પડ્યું છે કે નાઝીવાદનો પ્રણેતા એડોલ્ફ હિટલર આફ્રિકન અથવા યહૂદી સમુદાયનો વંશજ હતો, જેનો હિટલર પુરી રીતે સફાયો કરવા માગતો હતો. ડેઈલી એક્સપ્રેસના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે હિટલરના સંબંધીઓના કરવામાં આવેલા ડીએનએ ટેસ્ટમાં માલુમ પડ્યું છે કે તે યહૂદી સમુદાય અને ઉત્તરી આફ્રિકા સમુદાયના લોકો સાથે સંબંધ ધરાવે છે.
બેલ્ઝિયમના જીન પોલ મુલ્ડર નામના પત્રકારે હિટલરના ભત્રીજા એલેક્ઝાન્ડર સ્ટુઅર્ટ હ્યૂસ્ટનનો રૂમાલ શોધી કાઢ્યો હતો, જેમાં હિટલરના ડીએનએના નિશાન હયાત હતાં. રૂમાલના આધારે નાઝી હિટલરના વંશ અંગે સંશોધન કરવામાં આવ્યું હતું. આ રૂમાલનો ઉપયોગ ભોજન સમયે કરવામાં આવતો હતો જેના કારણે ખોરાક કપડા ઉપર ન પડે. મોઢું સાફ કરવા માટે પણ આ રૂમાલનો ઉપયોગ કરવામાં આવતો હતો.
મુલ્ડરે હિટલરના વંશ અંગે માહિતી મેળવવા માટે ઓસ્ટ્રિયામાં રહેતા તેના પિતરાઈ ભાઈ નોરબર્ટ એચ પાસેથી અમુક સેમ્પલ મેળવ્યા હતાં. નોરબર્ટ વ્યવસાયે ખેડૂત છે. આ બંને ડીએનએ દ્વારા ચોકાવનારા તથ્યો સામે આવ્યા હતાં. ડીએનએ રિપોર્ટના હિટલરના વાય ક્રોમોજોમ્સ પર કંઈક ‘ઈ1બી1બ1’ જીન મળ્યા હતાં, જે સામાન્ય રીતે જર્મની અને બાકીના યુરોપમાં જોવા મળતા નથી. આ જીન યહૂદી અને આફ્રિકાના અમુક સમુદાયોમાં જોવા મળે છે. નિષ્ણાંતોનું એવું માનવું છે કે હિટલર આફ્રિકાના કોઈ દેશમાંથી જર્મનીમાં આવી પહોંચ્યો હતો.
પત્રકારે મુલ્ડરના જણાવ્યા પ્રમાણે આ પ્રકારના જીન સામાન્ય રીતે મોરક્કોની બરબર જાતીઓ, અલ્જીરિયા, ટ્યૂનીશિયા, લીબિયા ઉપરાંત યહૂદી વંશમાં જોવા મળે છે.