ઈક્વાડોરમાં એક બસ ઉંડી ખીણમાં પડી જતાં ઓછામાં ઓછા 42 લોકોના મોત થયા છે. જ્યારે 11 લોકો ઘાયલ થયા છે. બસમાં કુલ 53 લોકો સવાર હતાં.
સમાચાર એજન્સી સિન્હુઆએ ઈક્વાડોરિયન રેડ ક્રોસના હવાલેથી જણાવ્યું હતું કે આ દુર્ઘટના રવિવારે સવારે ઈક્વાડોરના એન્ડીન વિસ્તારમાં બની હતી. બસ સુએન્સાથી ક્વેટો આવી રહી હતી.
પોલીસે આ દુર્ઘટનામાં 42 લોકો માર્યા ગયાની પુષ્ટિ કરી છે. આ પહેલા ઈક્વાડોરના આંતરિક બાબતોના મંત્રીએ જણાવ્યું હતું કે બસ દુર્ઘટનામાં 38 લોકોના મોત થયા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે ઘાયલોમાંથી અમુકની હાલત ખૂબ ગંભીર છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.