
-બગીચાના ચોકીદારની પણ ઘરપકડ કરાઈ
-ચેતવણી આપી તમામ યુગલોને છોડી દેવાયા
-મોટા ભાગના યુગલો કોલેજના વિદ્યાર્થીઓ હતા
નાગપુર: તેલંગખડી બગીચામાં પ્રેમાલાપમાં ભાન ભૂલેલા યુગલોમાં ત્યારે ભાગદોડ મચી ગઈ, જ્યારે પોલીસે ત્યા રેડ પાડી હતી. બગીચાના ચોકીદારની પણ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે.
બાતમીના આધારે બગીચામાં પ્રેમાલાપ કરી રહેલા કરી રહેલા 32 યુગલની પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં તેઓના વાલીઓને બોલાવીને તેઓને સોપી દેવામાં આવ્યા હતા. આટલા બધા યુગલ હોવાથી તેઓને પોલીસ સ્ટેશન લઈ જવા માટે પોલીસવાનને બે ફેરા કરવા પડ્યા હતા. અમુક યુગલને છોડાવવા માટે તેઓના ભાઈ બહેન આવ્યા હતા. બગીચાના ચોકીદાર રાજેશ જાનરાવ ગોપાલની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. જરૂરી કાર્યવાહી અને ચેતવણી આપીને પોલીસે બધા યુગલોને છોડી દીધા હતા.