Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> Latest News >> International
 

કોંગોમાં વધી રહ્યા છે સામૂહિક બળાત્કારના બનાવો

 
Source: Agency, United Nations   |   Last Updated 2:22 PM [IST](02/09/2010)
 
 
 
 
 
સંયુક્ત રાષ્ટ્રએ બુધવારે જણાવ્યું હતું કે આફ્રિકન દેશ કોંગોમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી પીડિત મહિલાઓની સંખ્યા હવે વધીને 240 થઈ ગઈ છે.

સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા પ્રમાણે 30 જૂલાઈના રોજ મેઈ-મેઈ સમૂહના વિદ્રોહિઓ તેમજ ડેમોક્રેટિક ફોર્સિઝ ફોર ધ લિબરેશન ઓફ રવાન્ડા દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું.

એક અધિકારીએ જણાવ્યું હતું કે વિદ્રોહિઓએ ઉત્તરી કીઉ વિસ્તારના કિબુઆ અને વાલીકાલે વિસ્તારમાં ગામોમાં ઓછામાં આછા 154 નાગરિકો પર હુમલો કરીને તેનું જાતીય શોષણ કર્યું હતું.

સંયુક્ત રાષ્ટ્રના ઉપ-પ્રવક્તા ફરહાન હકએ પત્રકારોને જણાવ્યું હતું કે કોંગો ગણરાજ્ય સ્થિત યૂએન ઓર્ગેનાઈઝેશન સ્ટેબિલાઈઝેશન મિશનના જણાવ્યા પ્રમાણે પીડિતોની સંખ્યા વધીને 240 થઈ ગઈ છે.

સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા પ્રમાણે સંયુક્ત રાષ્ટ્ર સંગઠન મિશનને પિંગા અને મુબઈ વિસ્તારમાં સૌથી વધારે ફરિયાદો મળી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાન કી મૂને શાંતિ અભિયાન માટે નિયુક્ત સહાયક મહાસચિવ અતુલ ખરેને તપાસમાં મદદ માટે ગયા અઠવાડિયે કોંગો મોકલ્યા હતાં. ખરે આ મહિનાની શરૂઆતમાં જ સુરક્ષા પરિષદમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.