Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> Bhaskar Gyan
 

૨૦૧૪માં વૈશ્વિક કટોકટી

 
Source: Agency, London   |   Last Updated 12:51 AM [IST](18/06/2010)
 
 
 
 
 
પૃથ્વી પરના જીવનના અંતની અનેક ચેતવણીઓ વારંવાર આવતી રહી છે ત્યારે ૨૧મી સદીનું ભાવિ કેવું રહેશે તેવી આગાહી કરાઇ છે. જેમાં, પૃથ્વી પર ક્યામતનો દિવસ ૨૦૧૪માં મોટી કટોકટી સર્જાશે અને ૨૧મી સદી હિંસાથી ભરપૂર રહેશે કે શાંતિમય તેનો નિર્ણય આ દિવસે થઇ જશે તેવો દાવો કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસરે કર્યો છે.

છેલ્લા ૫૦૦ વર્ષમાં દરેક સદીના પ્રારંભે હંમેશ રાજકીય મોટી ઉથલપાથલની મસ મોટી ઘટનાઓ નોંધાઇ છે. તેનો દાવો છે કે, દરેક સદીના બીજા દાયકાની મધ્યમાં એવી ઘટનાઓ નોંધાતી રહી છે કે, તેના કારણે ધાર્મિક અથડામણો અને યુધ્ધો ફાટી નીકળ્યા હોય અને બાદમાં શાંતિ સ્થપાઇ હોય.

છેલ્લી પાંચ સદીનું સરવૈયું

૧૫૧૭ : માર્ટિન લ્યુથરે પોતાનો થિસીસ વિટેનબર્ગ ચર્ચમાં ચોટાડતા ચર્ચના સુધારણા અને પ્રોટેસ્ટેન્ટિઝમનો ઉદય થયો.

૧૬૧૮ : પશ્ચિમ યુરોપમાં ૩૦ વર્ષે લાંબા યુધ્ધ અને દાયકાઓ લાંબી ધાર્મિક અથડામણોનો પ્રારંભ થયો.

૧૭૧૫ : આ અથડામણોનો ૧૭૧૫માં હાનોવર્સેઇત્સની સ્થાપના સાથે અંત થયો હતો. તેમનું બ્રિટન અને આયરલેન્ડ અને હેનોવેર (જર્મની)માં શાસન હતું.

૧૮૧૫ : નેપોલિયનની હાર સાથે ૧૮૧૫માં એનલાઇટન્ડ કોંગ્રેસની વિયેનામાં સ્થાપના અને સમગ્ર યુરોપમાં સ્થિરતા સ્થાપી.

૧૯૧૪ : પ્રથમ વિશ્વયુધ્ધ ફાટી નીકળ્યું, જેમાં લાખોના મોત થયા અને ૨૧મી સદીના વૈશ્વિક અશાંતિના પાયા નખાયા.


ગંભીર આર્થિક કટોકટી સર્જાશે

પ્રોફેસર નિકોલસ બોયલના મતે હવે આગામી આવી ઘટના વૈશ્વિક આર્થિક કટોકટીના સ્વરૂપે આવશે. તેમના દાવા મુજબ અમેરિકા પોતાના ફિકા આર્થિક પ્રભાવ છતાં બિન પડકારરૂપ લશ્કરી તાકાતને કારણે આગામી ૯૦ વર્ષ સુધી વિશ્વની દશા અને દિશા નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવશે. તેમના કહેવા મુજબ વિશ્વની તાસીર હંમેશા બીજા દાયકામાં બદલાતી આવી છે ત્યારે આપણી સદી પણ શા માટે અલગ પડે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.