સાઉથ આફ્રિકાનાં એક ફાર્મમાંથી 15,000 ખૂંખાર નાઇલ મગરો નાસી છૂટતાં લોકોમાં ફફડાટ પેંસી ગયો છે. 16 ફૂટ લંબાઇ સુધીનાં (ત્રણ માણસ જેટલા લાંબા) આ મગરો એક ફાર્મ માલિકે પાળ્યા હતાં. મગરો પાળીને તે તેમાંથી રોજીરોટી રળતો હતો. જોકે પુર આવ્યા બાદ આ મગરો જોખમી બનતા તેને ફાર્મના દરવાજા ખોલી દીધા હતાં. જેથી 15000 મગરો ભાગી ગયા હતાં. આ મગરોને પકડવા માટે મિલિટરીનો બોલાવાઇ છે અને એલર્ટ કરી દેવાયું છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં જોરદાર દહેશતનો માહોલ છે અને તેઓ ઘરમાં પૂરાઇ ગયા છે. કારણ કે, મગરો 16 ફૂટ લાંબા હોઇ એક જ કોળિયામાં તે માણસને ખાઇ જઇ શકે છે.
રાક્વેના ક્રોકોડાઇલ ફાર્મ સા.આફ્રિકાની ઉત્તર-પૂર્વ સરહદ પર આવેલું છે. વરસાદમાં પૂર આવતાં મગરો નાસી છૂટ્યા હતાં, જે આખા ગામમાં ફેલાઇ ગયા હતાં. એક મગર તો 75 માઇલ દૂર એક સ્કૂલમાંથી મળી આવ્યો હતો. મિલિટરી અને જંગલ ખાતાનાં અધિકારીઓને લોકોને ઘરમાં પૂરાઇ રહેવા જણાવ્યું છે.
જો આપણને ખબર પડે કે આજુબાજુ 15,000 મગરો ફરે છે તો શું થાય? આગળ વાંચો, આફ્રિકાનાં એ ફાર્મની આજુબાજુનાં ગામની દહેશત અને શું છે આ ઘટના