ઓસ્ટ્રેલિયાના તસ્માનિયામાં 145 વોટર સ્કીયર્સે એક સિંગલ બોટ પાછળ જોડાઇને ગિનિઝ બુકમાં એક વર્લ્ડ રેકૉર્ડ કાયમ કરી દીધોછે.
- ઓસ્ટ્રેલિયાના 145 વોટર સ્કીયરે બનાવ્યો એક નવો વર્લ્ડ રેકોર્ડ
- આ રેકોર્ડ બનાવવા તેઓ ઓસ્ટ્રેલિયાના સ્ટ્રેહાન ખાતે મેક્વેરી હાર્બરમાં ભેગા થયા
- જોકે કુલ 154 વોટર સ્કીયરમાંથી 9 વોટર સ્કિયર પાણીમાં ગોથું ખાઈ ગયા હતા
- પાછલા 114 વોટર સ્કીયર દ્વારા નોંધાવેલા વર્લ્ડ રેકોર્ડને તોડી પાડ્યો
આ વર્લ્ડ રેકૉર્ડ બનાવવા માટે દુનિયાભરના કુલ 145 વોટર સ્કીયર્સે ઓસ્ટ્રેલિયાના સ્ટ્રેહાન ખાતે મેક્વેરી હાર્બરમાં ભેગા થયા.
જોકે કુલ 154 વોટર સ્કીયર્સે આ રેકોર્ડ બનાવવામાં ભાગ લીધો હતો જેમાંથી 9 વોટર સ્કિયર પાણીમાં ગોથું ખાઈ ગયા હતા.
આમ છતા બાકીના 145 વોટર સ્કિયરે પાછલા 114 વોટર સ્કીયર દ્વારા નોંધાવેલા વર્લ્ડ રેકોર્ડને તોડી પાડ્યો છે.
નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.