
ઇટાલિયન દરિયાકાંઠે વધુ એક ટાઇટેનિકકાંડ બનતાં રહી ગયો છે. ટાઇટેનિકની જેમ નીકળેલું એક જંગી જહાજ કોસ્ટા કોસિસેરા ખાતે કાંઠાથી ચાર માઇલ દૂર હતું ત્યારે જ દરિયાની અંદરના ખડક સાથે અથડાયા બાદ જહાજ ઊંધું વળી ગયું હતું.તે પછી જહાજ મુસાફરી કરી રહેલાં ૪,૦૦૦ મુસાફરો માટે ૩૬ કલાક સુધી જીવન-મરણ વચ્ચેનો જંગ થયો હતો.
સદનસીબે કોઇ મોટી દુર્ઘટના ન બની અને લાઇફબોટના સહારે મુસાફરોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, જહાજ ઊંધું વળી જતાં કેટલાક મુસાફરો જીવ બચાવવા દરિયામાં કૂદી પડ્યા હતા. જેમાંથી બેનાં મોત નીપજ્યાં છે અને ૩૬ લાપતા છે.







