ઓફિસમાં લોકો પોર્ન સાઈટ જોઈને ખાસ્સો સમય પસાર કરે છે. એક નવી શોધથી જાણવા મળ્યું છે કે ઓફિસ અવર્સ દરમિયાન સૌથી વધુ કોઈ સાઈટ્સ લોકપ્રિય હોય તો તે છે પોર્ન સાઈટ્સ.
આ સંશોધનમાં જાણવા મળ્યું હતું કે પોર્ન સાઈટ્સ પર આવનારો સૌથી વધુ ટ્રાફિક ઓફિસ અવર્સ દરમિયાનજ આવે છે. કેટલાક લોકો તો ઓફિસમાં પોર્ન સાઈટ્સ જોવામાં કલાકો વિતાવે છે.
અમેરિકામાં એટલાંટામાં એક કોમ્પ્યુટર કંપનીમાં કામ કરનારા માઈકલ લેહી રોજ ઓફિસમાં એક થી બે કલાક પોર્ન સાઈટ્સ જોવામાં વિતાવતા હતા એટલુંજ નહીં ક્યારેક તો તે આઠ કલાક સુધી પોર્ન સાઈટ્સ જોતા વિતાવી દેતા હતા.
સેક્સની લતમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહેલા માઈકલ સ્વિકારે છે કે તેમણે સેક્સ અને સેક્સ સંબંધિત સૌથી વધુ અનુચિત ગતિવિધીઓ ઓફિસમાંજ કરી છે. પોર્ન નેશન અને પોર્ન એટ વર્કના લેખક બ્રેવહાર્ટ્સના સંસ્થાપક અને કાર્યકારી નિર્દેશક છે.
માઈકલ કહે છે કે વેબ પોર્ન જોવા માટે ઓફિસજ સૌથી સુરક્ષિત વિકલ્પ હોય છે કારણકે તે સમયે પત્ની અને બાળકોની સંભાળ લેવાની નથી હોતી. ઈન્ટરનેટ એડિક્શન રિકવરી કેન્દ્રના અનુસાર દર પાંચ માંથી એક વ્યક્તિ ઈન્ટરનેટનો ઉપયોગ સેક્સ સંબંધિત ગતિવિધિઓ માટે કરે છે.