-આ માઉસ ફક્ત 35.5 મિમીની પહોળાઈ અને 54 મિમીની લંબાઈ ધરાવે છે
જાપાનની ઈલેકોન કંપની દ્વારા ટૂંક સમયમાં બીબી બીન્સને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. બેબી બીન્સની વાત કરીએ તો તે અત્યાર સુધીનું વિશ્વનું સૌથી નાનું વાયરલેસ માઉસ છે.
માત્ર ૩૫.૫ મિમીની પહોળાઈ અને ૫૪ મિમીની લંબાઈ ધરાવતું આ માઉસ બિલ્ટ ઈન લેઝર સેન્સર ટેક્નોલોજીથી કામ કરે છે અને તેની કામ કરવાની ઝડપ અત્યંત વધી જાય છે. ૨.૪ ગિગાહટ્ર્ઝ વાયરલેસ કમ્યુનિકેશન સિસ્ટમ સાથેનું આ માઉસ નોઈસ રેસિસ્ટન્ટ છે.
ચુંબકીય સપાટી ન હોય તેવાં ક્ષેત્રોમાં ૧૦ મીટરની રેન્જ સુધી આ વાયરલેસ માઉસ સરળતાથી કામ કરી શકે છે અને સ્ટીલ ડેસ્ક જેવા ચુંબકીય ક્ષેત્રમાં તેની રેન્જ ૩ મીટર સુધીની છે. ટૂંક સમયમાં આ માઉસને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવામાં આવશે.