Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Health & Lifestyle
 

માહિતીના અભાવે થતી માનસિક બીમારી

 
Source: Antighunti, Dr. Himanshu Desai   |   Last Updated 12:10 AM [IST](28/08/2010)
 
 
 
 
 
પ્રશ્નો માનવીને મૂંઝવી નાખે છે. મૂંઝવણ જ્યારે ખૂબ વધી જાય ત્યારે સરળ દેખાતો ઉકેલ પણ બહુ અઘરો લાગવા માંડે છે. પ્રયત્નોમાં મળતી પ્રારંભિક નિષ્ફળતાની અસર તેના પછીના પ્રયત્નોમાં પણ દેખાય છે અને એક સમયે માણસ પ્રયત્નો કરવાનું જ છોડી દઇને નિષ્ફળતાને સ્વીકારી લે છે. આવું જ કંઇક રાકેશભાઇ અને સુધાબહેનની જિંદગીમાં બન્યું. રાકેશભાઇ અને સુધાબહેનને મારા એક પરિચિત નિષ્ણાતે મોકલ્યાં હતાં. બંને મને મળવા આવ્યા ત્યારે વાતચીતનો દોર સુધાબહેન પાસે જ હતો. શરૂઆતની બધી જ વાતચીત દરમિયાન રાકેશભાઇ સાવ સૂનમૂન, નીચું માથું કરીને, લાચાર અને જિંદગીમાં જાણે હવે કોઇ જ ઉપાય બચ્યો ન હોય તેવી સ્થિતિમાં હતા. તેમના દેખાવ અને વર્તન ખૂબ જ નકારાત્મક હતા, જાણે પરાણે લાવવામાં આવ્યા હોય તેવું લાગતું હતું.

સુધાબહેને કદાચ તેમની ફરિયાદ ઘણા લોકોને કહી હશે તેથી થોડા આત્મવિશ્વાસથી તેમના જીવનની તકલીફ રજૂ કરી રહ્યાં હતાં. તેમના લગ્નજીવનને દસ વર્ષ થવા આવ્યાં હતાં. છતાં હજી સુધી તેઓ વચ્ચે બરાબર સંબંધ બંધાયો ન હતો. સુધાબહેનનું કહેવું હતું રાકેશભાઇ જેવા તૈયાર થાય કે તરત જ એવું લાગતું કે વીર્ય નીકળી જાય છે અને તેથી તે હતાશ થઇને અટકી જતા હતા. સુધાબહેનની વાત સાંભળ્યા બાદ આ અંગે રાકેશભાઇને પૂછ્યું તો તેમણે કહ્યું કે હા, એવું જ થાય છે. જ્યારે તેમને વિસ્તારથી સમજાવવા કહ્યું, તો તેમણે કહ્યું કે જ્યારે તે સુધાબહેનની નજીક આવે, બંને સંભોગની ક્રિયા શરૂ કરે કે તરત ચીકણું પ્રવાહી નીકળવા માંડે છે અને તેમને તેવું લાગે છે કે તે વીર્ય છે એટલે તે હતાશ થઇને અટકી જાય છે. તેમની વાત પરથી લાગ્યું કે તેમને બહુ જટિલ પ્રશ્ન નથી, પરંતુ આ વિષય વિશેનું યોગ્ય જ્ઞાન ન હોવાને કારણે તેઓ આ મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા છે.

રાકેશભાઇ સાથે કાઉન્સેલિંગ શરૂ કર્યું અને તેમને સમજાવ્યું કે સેક્સની પ્રવૃત્તિ વખતે ઉત્તેજનાના કારણે તૈયારીના ભાગરૂપે પુરુષના શરીરમાંથી ચીકાશ આવે છે. જેથી ઇન્દ્રિયના આગળના ભાગમાં એક પ્રકારનું આવરણ બનાવે છે. જે સંભોગની ક્રિયા દરમિયાન ઇન્દ્રિયને થતા ઘર્ષણ સાથે રક્ષણ આપવા માટે છે. સ્ત્રીના શરીરમાં પણ ઉત્તેજના દરમિયાન યોનિમાર્ગમાં ચીકાશ ઉત્પન્ન થાય છે, જે તેની દીવાલના રક્ષણ માટે જરૂરી છે.

મોટી ઉંમરની સ્ત્રીઓમાં ચીકાશ ઓછી થઇ જાય કે ઉતાવળે સંભોગ કરવામાં આવે, તો ત્વચાને ઘસારો પહોંચે છે અને બળતરા પણ થઇ શકે. આટલી સમજણ આપ્યા બાદ રાકેશભાઇના આત્મવિશ્વાસમાં વધારો થયો, પરંતુ જે માન્યતા આટલા વર્ષથી મગજમાં ઘર કરી ગઇ હોય તે ઝડપથી બદલાય નહીં. મેં તેમને થોડો વધારે સમય આપ્યો. બંનેને તમામ બાબત વૈજ્ઞાનિક પદ્ધતિથી સમજાવી અને ફરી મળવા જણાવ્યું. સેક્સ વિશે સમાજમાં યોગ્ય માહિતીના અભાવે ઘણા લોકો માનસિક બીમારીનો ભોગ બને છે. મનમાં પેદા થતા પ્રશ્નો યોગ્ય વ્યક્તિને પૂછવામાં નાનમ અનુભવવી નહીં.

આંટીઘૂંટી, ડો. હિમાંશુ દેસાઈ
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.