Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Health & Lifestyle
 

મહિલાઓને સેક્સમાં રસ કેમ ન રહે?

 
Source: Manomanthan, Dr. Paras Shah   |   Last Updated 12:32 AM [IST](11/08/2010)
 
 
 
 
 
આપણા સમાજમાં લગ્નના શરૂઆતના બે-પાંચ વર્ષ સુધી દંપતીમાં એકબીજા પ્રત્યે જોરદાર આકર્ષણ હોય છે. એક-બે બાળકોના જન્મ બાદ અગમ્ય કારણોસર સ્ત્રીઓની કામોત્તેજનામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. એક અંદાજ પ્રમાણે દર ત્રણમાંથી એક મહિલા સેક્સમાં રસ ઘટી ગયો હોવાની સમસ્યાનો ભોગ બની હોવાનું મનાય છે. કામેચ્છા ઘટી જવાની સમસ્યા ૩૩થી ૬૭ ટકા મહિલાઓને અસર કરે છે. મહિલાઓને સેક્સમાંથી રસ ઉડી જવાના કે તેમાં ઘટાડો થવાના કારણો અને આવું કેમ થાય છે તેની અહીં માહિતી આપી છે.

કામેચ્છા ઘટી જવી એટલે શું? : જાતીય ઇચ્છા કે કામાવેગની સ્પષ્ટ વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. કામેચ્છામાં ઘટાડો એટલે કેટલાક મહિના દરમિયાન સેક્સ માણવામાં રસ ઘટી જવો.
સેક્સમાંથી રસ ઓછો થવો મહિલાઓમાં સામાન્ય છે? : સેક્સ માણવાની ઇચ્છા ઓછી હોવી તે જીવનશૈલી, સંબંધો કે શરીરમાં થયેલા અસંતુલનનું પરિણામ છે. ઘણી મહિલાઓ એવું અનુભવે છે કે તેઓ તેમના સાથીને પૂરતો સંતોષ નથી આપી શકતી.

ઉપરાંત તેઓ આજના સેક્સ અંગે મુક્ત અભિપ્રાય ધરાવતા વિશ્વથી પોતાને અલગ માનવા લાગે છે. સેક્સમાંથી રસ ઘટી જવાને કારણે જીવનની અન્ય બાબતોમાંથી રસ ઘટતો જણાય છે. મહિલાઓની કામેચ્છાને જાગૃત કરવી શક્ય છે. આ માટે સૌપ્રથમ એ જાણવું જરૂરી છે કે સેક્સમાંથી રસ ઉડવાના કારણો ક્યા છે.

સામાજિક માળખું : જો શારીરિક કારણો કામેચ્છા ઘટાડવા માટે જવાબદાર ન હોય તો સામાજિક રિવાજો કે માપદંડો આ માટે જવાબદાર બને છે. બેવડા ધોરણો અંગે મહિલાઓને સમાજ તરફથી અપાતા સંદેશની તેમની જાતીય ઇચ્છાઓ પર નોંધપાત્ર અસર થાય છે. સેક્સ અંગે આવેગપૂર્ણ વલણ દાખવતી મહિલાઓને હીન દ્રષ્ટિથી જોવામાં આવે છે.

સંબંધોમાં આવેલી ખટાશ : મહિલાઓની જાતીય ઇચ્છા સંબંધો સાથે સંકળાયેલી છે. લાગણીથી જોડાયા વિના મહિલાઓ માટે સેક્સ માણવો શક્ય નથી. જ્યારે પુરુષોને એવી કોઇ મર્યાદા નડતી નથી. ખરેખર તો પોતાના સાથી સાથે ચર્ચા કરતી વખતે, સ્પર્શ કરતી વખતે તેમની જાતીય ઇચ્છાઓ જાગૃત થાય છે. જો આ દરમિયાન જાતીય ઇચ્છાઓની અવગણના કરવામાં આવે તો તેની સીધી અસર જાતીય જીવન પર પડે છે.


અંત:સ્રાવોના પ્રમાણમાં ફેરફાર : અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ ડૉ. અર્ચના શાહના જણાવ્યા અનુસાર ગભૉવસ્થા, સ્તનપાન, પ્રોલેકિટનના સ્તરમાં વધારો તથા પેરીમેનોપોઝ જેવી શારીરિક ઘટનાઓને પરિણામે અંત:સ્રાવોના પ્રમાણમાં થતા ફેરફારને કારણે જાતીય ઇચ્છામાં ઘટાડો થાય છે. એસ્ટ્રોજનના પ્રમાણમાં ઘટાડો થવાથી યોનિ શુષ્ક બની જાય છે. પરિણામે સેક્સ વખતે દર્દ થવાથી ધીમે ધીમે રસ ઘટી જાય છે. ટેસ્ટોસ્ટેરોનના પ્રમાણમાં થતા ફેરફારોને કારણે પણ મહિલાઓની કામેચ્છામાં પરિવર્તન થાય છે.

તબીબી સ્થિતિ અને ઉપચાર : તણાવ તથા તેની સારવાર માટે લેવાતી એન્ટિડિપ્રેસન્ટથી પણ કામેચ્છા ઘટે છે. બ્લડપ્રેશરની કેટલીક દવાઓ પણ સેક્સ માણવાની ઇચ્છા ઘટાડે છે. ફાઇબ્રોઇડ્સ અને થાઇરોઇડમાં અસંતુલનથી મહિલાઓનો કામોવેગ ઘટી જાય છે.

dr9824063332@in.com

મનોમંથન, ડૉ. પારસ શાહ
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.