Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Health & Lifestyle
 

બાળકોને દવા આપવી પડે ત્યારે...

 
Source: Bachcha Party, Dr. Ashish Chokshi   |   Last Updated 12:36 AM [IST](28/08/2010)
 
 
 
 
 
બાળકને અપાયેલી રસીની વિગત, કાર્ડ, ફાઇલ ખૂબ ચીવટથી સાચવવાં.

ઘણી વખત માતા-પિતા પોતાના વહાલસોયા બાળક માટે ડોક્ટર પસંદ કરવામાં તથા ડોક્ટરને બતાવી દવા વિશે પ્રશ્નો પૂછવામાં ઘણી ચોકસાઇ રાખે છે, પરંતુ દવા આપવામાં જાણે-અજાણ્યે ખૂબ બેદરકારી દાખવે છે.

દવા બનાવતી વખતે

• બાળકનું વજન લગભગ ૨૫ કિ.ગ્રા. થાય ત્યાં સુધી તેને દવાના ડોઝ સીરપ રૂપે અપાય છે. સીરપ બે પ્રકારનાં હોય છે. એક તો દવા જે ફેક્ટરીમાં બને ત્યાંથી જ પ્રવાહી સ્વરૂપે હોય અને અન્ય પ્રકારમાં ડ્રાય પાઉડર હોય. જ્યારે ડ્રાય પાઉડરવાળી દવામાંથી સીરપ બનાવવાની હોય તે કામ વિશેષ કાળજી માંગી લે છે. જોકે છેલ્લા દસકામાં નાના બાળકોની મોટા ભાગની દવા પાણીમાં ઓગળી જાય તેવા સ્વરૂપે મળતી થઇ છે. તે બાળકો માટે ઘણું ફાયદાકારક છે.

• જો દવા સાથે જ પ્રવાહીની ટોટી હોય તો ઘણું સારું. તે ન હોય તો તેમાં નાખવાનું પાણી ઉકાળી, ઠંડું પાડી પાઉડરવાળી ડબ્બીમાં બતાવેલા કાપા સુધી નાખવું. એક વખત બનાવેલી દવા પાંચ દિવસ સુધી વાપરી શકાય. ત્યાર બાદ તેની અસર ઘણી ઓછી થઇ જતી હોવાથી પાંચ દિવસ બાદ તેનો નિકાલ કરી દેવો વધુ યોગ્ય છે.

• પાઉડરવાળી દવામાંથી સીરપ એક્સાથે બનાવવાનું હોય છે. શીશીમાંથી ચમચીમાંથી થોડો પાઉડર લઇ બાળકને દવા આપવાની પદ્ધતિ સંપૂર્ણ ખોટી છે.

• આ દવા બાળકને આપતાં પહેલાં શીશી બરાબર હલાવવી, અન્યથા બાળકના પેટમાં શીશીમાં ઉપર રહેલું પ્રવાહી જ જશે. ખરી દવા શીશીના નીચેના ભાગમાં જ રહી જતી હોય છે.

દવા આપતી વખતે

• પહેલાંથી બનેલી પ્રવાહી દવાઓ, શીશી ખોલ્યા બાદ પણ તેની Expiery date હોય ત્યાં સુધી વાપરી શકાય. ઘરે રહેલી પ્રવાહી દવાઓના નામ એક કાગળમાં લખી રાખવાં. તેના ઉપયોગ અને Expiery date વિશે એક કાગળમાં જ વિગત ડોક્ટરને પૂછી લખી રાખવી. ડોક્ટરને બતાવી તે જ દવાઓ ચાલશે કે કેમ? તે જાણી લેવું. દવાઓની બોટલ પર બાળકનું નામ લખી સલામત જગ્યાએ રાખવી.

• બે વખત આપવાની દવામાં ૧૧-૧૨ કલાક, ત્રણ વખતની દવામાં ૭-૮ કલાક તથા ચાર વખત આપવાની દવામાં પ-૬ કલાકનું અંતર રહે તેવો પ્રયત્ન કરવો.

• ૧ એમ.એલ. = ૧પ-૧૬ ટીપાં, ૩ એમ.એલ. = ૧ નાની ચમચી, ૫ એમ.એલ. = મધ્યમ કદની ચમચી, ૧પ એમ.એલ. = ૧ ટેબલ સ્પૂન. આ માપ બરાબર સમજવું.

• ભૂતકાળમાં કોઇ દવાની આડઅસર થઇ હોય તો તે વિશે ડોક્ટરને તરત જણાવવું.

• એન્ટિબાયોટિક દવાઓ ડોક્ટરને બતાવીને જ આપવી.

અન્ય અગત્યની જાણકારી

• ડોક્ટરને ફોન કરી લખેલી દવાનું નામ અને તારીખ ફાઇલમાં નોંધી, કૌંસમાં (On Phone) લખવું.

• ડોક્ટરને દવા વિશે ફોન પર પૂછતાં પહેલાં પેન, કાગળ, ફાઇલ, રિપોર્ટ લઇને બેસવું. ફોન પર રિપોર્ટની ચર્ચા ન કરવી.

ઢાંકણામાં દવા કાઢીને ન આપતાં

બાળકને વ્યવસ્થિત રીતે ચમચીમાં પ્રમાણસર દવા કાઢીને જ આપવી હિતાવહ છે.

બચ્ચાપાર્ટી, ડૉ. આશીષ ચોકસી

pranaliashka@gmail.com
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.