-અઠવાડિયામાં એક દિવસ જો પ્રોપર કસરત કરવામાં આવે તો વજન ચોક્કસ ઉતરે છે
જો આપની પાસે દરરોજ કસરત કરવાનો સમય નથી તો અઠવાડિયાનો એક દિવસ ચોક્કસ સમય કાઢી આપ પ્રભાવી કસરત કરી કર્વી ફિટ બોડી મેળવી શકો છો. બસ આપે અઠવાડિયામાં એક દિવસ પ્રભાવી રીતે કસરત કરવાની જરૂર છે.
શોધ પ્રમાણે, હાઈ ઈન્ટેસિટી ઈન્ટરવેલ ટ્રેનિંગ શરીરમાં ચરબી બાળનારા હોર્મોન પેદા કરે છે. આ હોર્મોન ગ્લુકોઝને લોહી વાટે માંસપેશિઓ અને કોષ સુધી પહોંચાડે છે જ્યાં તે ચરબનીને બાળે છે.
ડેલી એક્સપ્રેસની રિપોર્ટ પ્રમાણે, રિસર્ચર્સના જણાવ્યાં પ્રમાણે ઓછા સમયની પણ સખત કસરતથી ભૂખ ઘટાડવામાં પણ મદદ મળે છે. જ્યારે કલાકો સુધી કસરત કરવાથી ભૂખ પણ વધે છે.
મુખ્ય રિસર્ચર પ્રોફેસર જેમ્સ ટેમોન્સના જણાવ્યાં પ્રમાણે જે લોકો વજન ઘટાડવા ઈચ્છે છે તે કસરત બાદ નાસ્તા પર તુટી ન પડે છે જે યોગ્ય નથી.