પ્રસિદ્ધ ધારાવાહિક જંગલ બુકના મોગલીને કોઈ ભૂલી શકે છે? આ એક એવું કેરેક્ટર હતું કે જેને બાળકો જ નહીં મોટેરાઓના દિલમાં ખાસ સ્થાન હતું.
પણ શું આપને ખબર છે મોગલી રહેતો ક્યાં હતો? મધ્યપ્રદેશ સ્થિત કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન, જી હાં, તેનો ઉલ્લેખ આ સિરીયલમાં કરવામાં આવ્યો નથી. પણ જંગલ બુક એશિયામાં વિખ્યાત કાન્હા રાષ્ટ્રિય ઉદ્યાનના એક છોકરાની રિઅલ સ્ટોરી પરથી પ્રેરિત છે. નોલેજ પેકેજ અંતર્ગત આજે અમે આપને આ ઉદ્યાન વિશે થોડી માહિતી આપીશું.
મધ્યપ્રદેશ એક એવું રાજ્ય છે જે રાષ્ટ્રિય પાર્ક, જંગલ, ધાર્મિક સ્થળ અને પ્રાકૃતિના પ્રેમ એટલે કે ઝરણા અને હિલ સ્ટેશન માટે પ્રખ્યાત છે. પર્યટનની દ્રષ્ટિએ તો આ રાજ્યમાં એ બધુ જ હાજર છે જે એક વ્યક્તિને તેની રજાઓ ગાળવા જોઈએ.
જો આપ રાષ્ટ્રીય ઉદ્યાનનો પ્લાન બનાવી રહ્યાં છો તો તે ખરાં રોમાંચથી કંઈ ઓછું નથી. કાન્હા રાષ્ટ્રિય ઉદ્યાન આપ માટે એક સારો વિકલ્પ બની શકે છે.
ખઆ ભારત જ નહીં એશિયાના એક પ્રમુખ રાષ્ટ્રિય ઉદ્યાન છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા જ આપનું મન મોહી લેશે. કાન્હા જીવ જંતુઓના સંરક્ષણમાટે વિખ્યાત છે અહીં આપને પશુઓની વિભિન્ન પ્રજાતિયો આસાનીથી જોવા મળે છે.
જંગલબૂકના પાત્રો મોગલી, બગીરી અને શેર ખાનનું નિવાસ સ્થળ છે કાન્હા રાષ્ટ્રિય ઉદ્યાન. અહીં આપ જીપ સફારી દ્વારા આખા ફોરેસ્ટની મુલાકાત લઈ શકો છો. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ગાઈડ આપને આખા રાષ્ટ્રિય ઉદ્યાનની સફર કરાવે છે આ માટે આપે એક દિવસ પહેલાં બુકિંગ કરાવી પડે છે.
અહીં આપને સાબર, વાઘ, પક્ષી, બામની દાદર, હરણ અને મોર તો તમે સરળતાથી જોઈ શકો છો. જો આપ ગરમનીની સિઝનમાં જશો તો અહીં આપને અન્ય દુર્લભ જંતુઓ પણ જોવા મળશે.