વાસ્તુની આ ટિપ્સ તમે પણ ફોલો કરી જુઓ. ખરેખરમાં ફાયદો જોવા મળશે
- ઘરની બારીઓ હંમેશાં બહારની બાજુએ ખુલવી જોઇએ.
- ઘરમાં ક્યારેય કેકટસ જેવા કાંટાળા છોડ ન રાખો.
- જો તમારું ઘર મલ્ટિસ્ટોરી બિલ્ડિંગમાં હોય અને લિફ્ટ હોય તો એ ધ્યાન રાખો કે લિફ્ટનો દરવાજો તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર સામે જ ન ખુલતો હોય.
- ઘરના રૂમના ખૂણા ક્યારેય ગોળાકાર કે અંડાકાર ન હોય તે ખ્યાલ રાખવો.
- જમણી તરફ વળીને ઉપરની બાજુએ જતી સીડી બે ભાગમાં વહેંચાયેલી હોવી જોઇએ. આ સીડીને ઉત્તર પૂર્વ કે દક્ષિણપશ્ચિમ ખૂણા સિવાય બીજા ગમે તે ખૂણામાં બનાવવી. ઉત્તર કે પશ્ચિમ તરફ નીચે ઉતરતી સીડીથી ઘરમાં આર્થિક મુશ્કેલી ઊભી થાય છે.
- જો તમારા ઘરમાં આરસપહાણ લગાવેલ હોય તો એ ધ્યાન રાખવું કે ચામડાના બૂટ આડાઅવળા પડેલા ન હોય.
- ઘરમાં પ્રકાશ વ્યવસ્થા એ રીતે કરવી જોઇએ જેથી મુખ્ય પ્રવેશદ્વાર પર કાયમ પ્રકાશ રહે.
- ઘરમાં વધુમાં વધુ પાંચ બારણાં જ ખુલ્લાં રાખવાં.