કામકાજની ગતિને પ્રભાવિત કર્યા વગર તણાવ ઘટાડવાની રસીને બજારમાં રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. કેલિફોર્નિયાના વિજ્ઞાનીઓ દુનિયાની આ પ્રકારની પ્રથમ રસી બનાવી રહ્યા છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના રોબર્ટ સાપોલ્સ્કીએ એક વેબસાઈટને જણાવ્યું કે આ વેકસીન મગજમાં કંઇક એવા રાસાયણિક પરિવર્તન કરશે જેનાથી તણાવ દૂર થઈ જશે. વેકસીન ગ્લુકોકાર્ટિકોઈડ્સ નામના હોર્મોન પર ત્રાટકશે. આ હોર્મોન આપણા રોગ પ્રતિકારક તંત્રમાં મળી આવે છે. તે દર્દશામક છે અને કેન્સરથી લડવામાં પણ શરીરની મદદ કરે છે. સાપોલ્સ્કીએ જણાવ્યું કે માનવ શરીર આ હોર્મોનનું વધુ પ્રમાણમાં નિર્માણ કરે છે. રસી તેના નિયંત્રણનું કામ કરે છે.