Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Health & Lifestyle
 

પરવળ

 
Source: Panchmo Ved, Vaidhya Prek Shah   |   Last Updated 12:29 AM [IST](08/08/2010)
 
 
 
 
 
‘પ્રથમ, ચાલ જમવા બેસી જા. થાળી પીરસી છે. સારું થયું તું કોલેજથી આવી ગયો. મને પણ હવે ભૂખ લાગી છે. આપણે બંને સાથે જમવા બેસી જઇએ.’
‘ઓકે, મમ્મી. મને પણ ભૂખ તો લાગી જ છે. તું જમવાની તૈયારી કર, હું હાથ-મોં ધોઇને આવ્યો. જમવામાં આજે શું બનાવ્યું છે? એનીથિંગ સ્પેશિયલ?’
‘હવે રોજ તને સ્પેશિયલ શું આપું? જમવામાં રોજની જેમ રોટલી-દાળ-ભાત અને શાક છે. જોઇએ

તો અથાણાં કે પાપડ શેકીને આપું. બોલ, શું જોઇએ છે તારે?’
‘ના ના. ચાલશે, મારે કશું વધારાનું જોઇતું નથી. શાક શેનું છે? શાક સારંુ હોય તો બીજું કશું જોઇશે નહીં.’
‘બેટા, આજે પરવળનું શાક બનાવ્યું છે. તને ભાવતો છુટ્ટો ભાત અને દાળ છે. ચાલ, જલદી કર, જમવામાં રાહ જોઉં છું.’

‘ઓહ નો મમ્મી, તમે ફરીથી પરવળનું શાક બનાવ્યું? મને ભાવતું નથી. ગયા અઠવાડિયે પણ તમે પરવળ બનાવેલાં, ત્યારે જ મેં તમને કહેલું કે મને પરવળ ભાવતાં નથી. તમે મારો મૂડ બગાડી નાખ્યો. પરવળનું જ શાક હોય તો હવે મારે માટે પાપડ શેકી આપો અને કેરીનું અથાણું પણ લાવો.’

‘પ્રથમ, એમ ગાંડી વાત ન કર, આટલો મોટો થયો પણ હજુ સમજણો નથી થયો. અત્યારે ચોમાસામાં બહુ શાક ન મળે, ત્યારે હું રોજ નવા નવા શાક તારે માટે ક્યાંથી લાવું? પરવળને બધા શાકમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તને ખબર છે કે, પરવળ પચવામાં હલકાં હોવાથી અને ભૂખ લગાડનારા હોવાથી બધાને ગમે છે. ગયા અઠવાડિયે તે રંજનમાસીને ત્યાં જે સૂપ પીધો હતો અને તને બહુ ભાવ્યો હતો તે પરવળનો સૂપ હતો. એ તો તને પરવળના નામથી ચીડ છે એટલે અમને તને વેજીટેબલ સૂપ છે એવું કહેલું. જો મેં પણ આજે એવો સૂપ બનાવવા ટ્રાય કર્યો છે. મારા માટે જ હોં! તને નહીં આપું.

૨૫૦ ગ્રામ પરવળને કાપી ૧ લિટર પાણીમાં ઉકાળી, મસળીને સૂપ જેવું બનાવીને, તેમાં ઘી, હિંગ, મરી, ધાણા, જીરૂ, લવિંગ અને સિંધવનો વઘાર કરીને મસાલો કરીને સૂપ તૈયાર કર્યો છે. હું તો હમણાં સળંગ એક અઠવાડિયું પરવળનો સૂપ પીવાની છું. રંજનમાસીને શરીરમાં કાચો આમ રહેતો હતો અને તેમાંથી ધીમે ધીમે ‘વા’ની શરૂઆત થઇ હતી તો આ સૂપથી ઘણો ફાયદો થઇ ગયો. મારે પણ શરીરમાં ‘આમ’ હોય તેવું લાગે છે.

પરવળ તો શરીરમાં ઠંડક આપનાર પણ છે. શરીરમાં ખોટી ગરમી રહેતી હોય, દાહ કે બળતરા જેવું રહેતું હોય, હાથ-પગના તિળયે ગરમી જેવું લાગતું હોય કે યુરિનમાં બળતરા રહેતી હોય તો પણ પરવળ બહુ કામના છે. આજકાલ વજન ઉતારવા માટે બધા જાત જાતના ડાયેટિંગના કોર્સ કરે છે, અને લો કેલેરી ફૂડ શોધે છે, તેમાં પણ પરવળ ઉપયોગી છે. સરગવાનો સૂપ, દૂધીનો સૂપ વજન ઉતારવા માટે ઘણા લોકો પીએ છે.

તે જ રીતે પરવળનો સૂપ પણ દરરોજ પી શકાય. બહુ થાક લાગ્યા કરતો હોય, એસિડિટી રહેતી હોય, શરીરમાં તાવ જેવું લાગ્યા કરે તો પરવળમાંથી બનાવેલા પટોલાદિ કવાથ નામની દવા બજારમાં મળે છે. તે આપીએ તો તરત જ ફાયદો કરે છે. તને એક ખાસ વાત કહું કે આપણે ખાઇએ છીએ તે મીઠા પરવળ છે. પણ દવામાં વપરાય તે જંગલમાં તેની મેળે ઊગી નીકળતા કડવા પરવળ હોય છે. આ કડવા પરવળ તો આપણા પરવળ કરતાં બધી રીતે ચિઢયાતા ગુણોવાળા છે.’

‘બસ બસ, તમે તો બહુ લાંબુ લેકચર આપી દીધું. હું પરવળ ખાવાનો ટ્રાય કરીશ પણ અત્યારે તો મને તમારામાંથી પેલો સૂપ થોડો આપો. તમે કેવો બનાવ્યો છે એ તો પહેલાં ચાખી જોઇએ!’‘

prerakayu@hotmail.com

પાંચમો વેદ, વૈદ્ય પ્રેરક શાહ
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 7


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.