જો તમને સતત ચક્કર આવતા હોય,નબળાઈ અનુભવાતી હોય તો બની શકે કે તમને લો બ્લડ પ્રેશરની સમસ્યા છે. વધારે પડતો માનસિક તણાવ, ક્ષમતા કરતા વધારાનો શારીરિક શ્રમ કરવાને કારણે બ્લડપ્રેશરની સમસ્યા થઈ શકે છે.
કેટલાંક લોકો આને અવગણે છે અને કેટલાંક લોકો ડોક્ટરના ચક્કર કાપીને પરેશાન થઈ જાય છે. આર્યુવેદમાં લો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે કારગત ઈલાજ છે. તે છે કિશમિશ. નીચે આપેલી વિધિને સતત 32 દિવસ સુધી અનુસરવાથી તમને ક્યારેય લો બ્લડ પ્રેશરની તકલીફ નહીં થાય.
- 32 કિશમિશ લઈને એક કપ ખાંડમાં પાણી સાથે પલાળીને આખી રાત રાખો. સવારે ઊઠીને ભૂખ્યા પેટે એક-એક કિશમિશને પૂરેપૂરી ચાવીને (પૂર્ણ ફાયદા માટે દરેક કિશમિસને 32 વાર ચાવીને ખાઓ. આ પ્રયોગને નિયમિત 32 દિવસ સુધી કરવાથી ક્યારેય લો બ્લડ પ્રેશરની સમસ્યા નહીં થાય)
- જેમને લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય અને હંમેશા ચક્કર આવતા હોય તો આમળાંના રસમાં મધ ભેળવીને ચાટવાથી આરામ મળશે.
- લો બ્લડ પ્રેશરની સમસ્યા સતાવે તે સમયે જે તે વ્યક્તિએ વધુ બોલવું ન જોઈએ. ચૂપચાપ ડાબી બાજુ પડઘું ફેરવીને સૂઈ જવું થોડી વારમાં ઊંઘ આવી જશે અને લોબીપીમાં પણ ફાયદો થશે.