Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Lifestyle >> Wellness
 

અપનાવો આ સામાન્ય ટિપ્સ, વજન ચોક્કસથી ઉતરશે

 
Source: LifeStyle Desk   |   Last Updated 8:28 AM [IST](11/02/2012)
 
 
 
 
 
વજન ઉતારવા ખાસ પ્રયત્નો કરવાની જરૂર નથી ખોરાકમાં થોડો ફેરફાર કરવાથી વજન ઘટી શકે છે

શિયાળો બરાબર જામ્યો છે. વધતી ઠંડી આપને વધુ ખાવાની લાલશા અપાવે છે પણ તે સાથે સાથે જો તેમાં થોડુ ધ્યાન રાખવામાં આવે તો વધતા વજનની સમસ્યામાંથી બચી શકાય છે.

સતત ડાયેટિંગ કે કસરત કરીને જ વજન ઉતારવાની ખોટી ઘેલછા ક્યારેક શરીર અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તેના બદલે સંતુલિત આહાર અને દરરોજના ખોરાકમાં થોડાઘણા ફેરફાર કરીને ધ્યાન રાખવાથી વજન તો ઘટાડી જ શકાય છે.

તે સાથે સ્વાસ્થ્ય પણ સારું રહી શકે છે. માટે બને ત્યાં સુધી રસોઇમાં જ થોડું પરિવર્તન કરીને વજન જાળવી શકાય છે.

હેલ્થના પ્રોબ્લેમ્સ દિવસે દિવસે વધતાં જાય છે, પરંતુ તેમાંના મોટા ભાગના આપણી લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને દૂર કરી શકાય છે. સાદા સમતોલ આહાર અને રેગ્યુલર કસરતથી સ્વાસ્થ્ય સારું રાખી શકાય છે. અહીં દરરોજ કરી શકાય અને રોજબરોજની રસોઇની રીત બદલી શકાય તેવી બાબતો જણાવી છે.

વજન ઘટાડવા માટેની ટિપ્સ

- તેલનો ઉપયોગ ઓછો કરો. તમે ગમે તે તેલ વાપરો સીંગતેલ કે સનફ્લાવર ઓઇલ દરેકમાં એકસરખી કેલરી રહેલી છે.ચાર જણની રસોઇમાં ૨-૩ ચમચી તેલનો ઉપયોગ એક સમયે કરો.

- જો તમે નોનસ્ટિક વાસણો વાપરશો તો ઓછું તેલ વપરાશે.

- અમુક વસ્તુઓ તળેલી જ ખાતાં હો, તો તેને ટિશ્યુપેપર પર કાઢી વધારાનું તેલ નિતારી લો.

- જરૂર ન હોય ત્યાં મીઠાનો વપરાશ ટાળો. જેમ કે, ભાત, રોટલી, ભાખરી વગેરેમાં મીઠું ન નાખો. ચાટ મસાલો, જીરાળુ વગેરે ખોરાકમાં મીઠું વધારશે. તેના બદલે લીંબુ, કોથમીર, લીલાં મરચાં, જરૂર પડે કાંદા-લસણ વાપરી શકાય.

- અઠવાડિયામાં એક સાંજ મીઠા વગરનો ખોરાક લો.

- પરોઠાં, થેપલાં વગેરેમાં તેલ, ઘીના મોણને બદલે દહીં અને પુષ્કળ પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ કરો. પરોઠાં, ભાખરી વગેરે જાડા લોટમાંથી બનાવો. એથી ખોરાકમાં ફાઇબરનું પ્રમાણ વધશે, કબજિયાત દૂર થશે અને વજન ઊતરશે.

- દૂધમાંથી વાનગી બનાવવા માટે મલાઇ વગરના દૂધનો ઉપયોગ કરો. ગળ્યું ખાવાની ટેવ હોય તો ફળ કે ખજૂર-અંજીરની (ખાંડ વગરની) મીઠાઇ ખાવ.

- પનીરનો ઉપયોગ કરો ત્યારે ઘરે, ઓછી મલાઇવાળા દૂધમાંથી બનાવો. બજારમાં સોયા પનીર(ટોફુ) મળે છે, તેનો ઉપયોગ કરી શકાય.





 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.