શિયાળામાં શરદી,ગળાની તકલીફ,કે ત્વચા સૂકાઇ જવાની મુશ્કેલી જ નહીં પગની એડીને પણ અસર થતી હોય છે. વાઢિયાં નામે ઓળખાતી આ તકલીફ બેદરકાર રહેનાર માટે તો મોટું સ્વરૂપ લઇ લે છે અને ચાલવું મુશ્કેલ થઇ જાય છે.આકર્ષક સેન્ડલ પહેર્યા હોય પણ, ફાટેલી એડી સુંદરતા બગાડે છે.
હજુ તો ઠંડીની શરૂઆત થઇ રહી છે તે પહેલા એડી ના ફાટે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે તો, એડી મુલાયમ બનાવી શકાય છે. વાઢિયા આમ તો જો ઠંડીના દિવસોમાં જ પડે તો તેનો ઉપચાર પણ શક્ય છે પરંતુ, પગની આ પિડા ડાયાબિટિસની શરૂઆત તો નથી ને? તેની તપાસ પણ કરાવવી લેવી જ જોઈએ.
*એડીને બચાવવાનો શ્રેષ્ઠ ઘરગથ્થુ ઉપાય
-પગના વાઢિયા પર લીંબોળીનું તેલ, જાત્યાદિ તેલ અથવા તો નગોડના તેલથી માલિશ કરવું.
- માલિશ કર્યા પછી જ્યાં ચીરા હોય ત્યાં જાત્યાદિ મલમ લગાવવો.
- રાળનો મલમ પણ પગના વાઢિયા પર લગાવવાથી રાહત થાય છે.
-લીંબુનો રસ, ગુલાબજળ અને દીવેલની એક એક ચમચી લઇ મિકસ કરીને એડી પર રોજ રાતે માલીશ કરો.
-જો એડીઓ વધારે ફાટી ગઇ હોય તો, એક ચમચી ઘી અને મીણ લો. તેને ગરમ કરો. પછી, રૂના પૂમડાં દ્વારા એક-એક ટીપું એડીઓની તિરાડોમાં ટપકાવો. શરૂઆતમાં થોડીક બળતરા થશે. પણ આ અકસીર ઉપાય છે.
*એડીનું ધ્યાન કેમ રાખવું?
- રાતે એડીને લગતી ક્રીમ લગાડવી
- જો લોહી નીકળે તો, તુરંત જ તેનું નિદાન કરાવી દવા લઇ લેવી જરૂરી છે
- પગમાં મોજા પહેરવાં જોઇએ
- એડીને ડેટોલના હૂંફાળા પાણીમાં પલાળો, પછી બ્રશથી સાફ કરીને ક્રીમ લગાવો.