લિવરપૂલની હોસ્પિટલોમાં દર્દીઓને ખતરનાક કીટાણુઓથી બચાવવા માટે લિક્વિડ ગ્લાસની મદદ લેવાઈ રહી છે. તેને સિલિકોન ડાયઓકસાઈડથી બનાવાયો છે.
ફીણના સ્વરૂપમાં તેને છાંટવાથી તે સપાટી પર ચોંટીને તે એક પડ બનાવી લે છે. તેનાથી બીમારી ફેલાવતા કીટાણુ વિકસી શકતા નથી. નેનોપુલ નામની એક જર્મનીની કંપનીએ બનાવેલા આ પ્રવાહીને બાળકોની હોસ્પિટલમાં છાંટવાથી તે વધુ ઉપયોગી પુરવાર થાય છે.
આવી હોસ્પિટલોમાં બાળકો જમીન પર પડેલી વસ્તુઓ અજાણતા જ ઉપાડી લેતા હોય છે. પરંતુ લિક્વિડ ગ્લાસને છાંટવાથી કીટાણુઓની સંખ્યામાં ૫૦ ટકાનો ઘટાડો કરી
શકાય છે.