Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Health & Lifestyle
 

ધ આર્ટ ઓફ ક્વિકી :તાંત્રિક સેક્સ

 
Source: Manomanthan, Dr. Parash Shah   |   Last Updated 5:46 AM [IST](07/08/2010)
 
 
 
 
 
આપણે જે કંઇ કરીએ છીએ તેમાં સમય અને સ્થળ મહત્વનો ભાગ ભજવે છે. તમે રાત્રે શાંતિથી ઊંઘતાં હો છો, પરંતુ ક્યારેક દિવસે ઝોકાં પણ ખાઇ લેતાં હો છો. જોકે સેક્સમાં ઉતાવળ કરવી તે ખોટા સંકેતો મોકલવા સમાન છે. જો કે તાંત્રિક સેક્સ આનાથી સાવ અલગ છે. તાંત્રિક સેક્સની પરિકલ્પનામાં જ લાંબા ગાળાના સેક્સનો વિચાર સમાયેલો છે. તાંત્રિક સેક્સ્યુઆલિટી એ સંવેદનશીલ સેક્સની અનુભૂતિમાં વણાયેલો પ્રગાઢ અનુભવ છે, જે સેક્સના ગરમ તરંગો ઉત્પન્ન કરે અને જેમાં એકમેકના સાંનિધ્યમાં ઓતપ્રોત થવાનું ધ્યેય હોય છે. જેમ જેમ યુગલ શ્વાસ તથા ઉત્તેજના પર ધ્યાન કેન્દ્રિત કરવાની તથા રસપ્રદ પ્રવૃત્તિઓ કરવાની ક્રિયામાં મહારત હાંસલ કરે છે તેમ તેમ કામોત્તેજનાના ઉચ્ચ સ્તરને ઝડપથી હાંસલ કરવા સમર્થ બને છે. તાંત્રિક સેક્સ માટે દસ મિનિટ પૂરતી છે. અહીં દર્શાવેલા કેટલાક ઉપાયો દરેક માત્ર ૧૦ મિનિટના છે.

રોજ સવારે પથારી છોડો તે પહેલાં પ્રેમક્રીડા માણો. એકબીજાને ઉત્તેજિત કરવા માત્ર બે-ચાર મિનિટ જ ફાળવી તરત જ સંભોગ તરફ વળો. બંનેનાં મોં એકબીજા સામે રહે તે સ્થિતિમાં આંખમાં આંખ મિલાવી સેક્સ માણો. અહીં પરાકાષ્ઠા નહીં, બંનેનું જોડાણ મહત્વનું છે.

બીજો વિકલ્પ છે પથારીમાં એકબીજા સામે પડ્યા રહી દસ મિનિટ સુધી એકમેકની આંખમાં ખોવાઇ જાવ. પાંચ મિનિટ સુધી ધીમો શ્વાસ ભર્યા પછી શ્વાસ લેવાની ગતિ વધારો. બંને સાથે મળીને ૧૦ વખત ઝડપથી શ્વાસોચ્છવાસ લો અને પછી ફરી એક વાર ધીમો ઊંડો શ્વાસ લો. આ ક્રિયાને ત્રણ વાર રિપીટ કરો.

જે રાત્રે તમે સુદીર્ધ અને સંપૂર્ણ સમાગમનું આયોજન કર્યું હોય, તે સિવાય દરેક રાત્રે ભલે તમે થાકેલા હો તેમ છતાં ઉપર દર્શાવેલી ક્રિયાઓ કરવા માટે ૧૦ મિનિટનો સમય ફાળવો. ખાસ કરીને તે પ્રેમ કરવા માટે હોય તે જરૂરી છે. તેને માત્ર ૧૦ મિનિટ પૂરતી મર્યાદિત રાખો. પુરુષોએ આ દરમિયાન સ્ખલન ન થાય તેની ખાસ કાળજી રાખવી.

થોડું જોખમી વર્તન પણ અજમાવી જુઓ. એવી જગ્યાઓએ સેક્સ માણવાનો પ્રયત્ન કરો કે જ્યાં અગાઉ ક્યારેય પણ સેક્સ ન માણ્યો હોય. બાથરૂમ, રસોડું કે રાત્રે કારમાં ઝડપી સેક્સ માણો. કોઇ સ્થળે નિયત સમય કરતાં દસ મિનિટ વહેલાં પહોંચી જાવ. દસ મિનિટ માટે કારમાં બેસી ફોરપ્લેની મજા માણો.

તાંત્રિક સેક્સના હેતુ

- સેક્સ્યુઅલ એનર્જીમાં વધારા કરવાનો.

- કોઇ પણ ક્ષણે સમાગમ માણવા તત્કાળ તૈયાર થવાની પ્રેક્ટિસના ભાગરૂપે (ખાસ કરીને મહિલાઓ માટે)

- પુરુષો તેમની જાતીય ઊર્જાને અનુભવી શકે તથા છેક સુધી ટકી શાશ્વત આનંદ માણી શકે તે માટે તેમને સજજ કરવાનો.

- બંને વચ્ચે ઉગ્ર જાતીય ખેંચાણ પેદા કરવાનો.

- બંનેની આત્મીય લાગણીમાં વધારો કરવાનો.

- વધતી જતી વયના સ્ત્રી-પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનના પ્રમાણમાં વધારો કરવામાં મદદરૂપ થવા માટે.

- તે અત્યંત કામોત્તેજક છે અને દિવસ દરમિયાન ઊર્જાના સ્તરને ટકાવી રાખવામાં ઉપયોગી થાય છે.

મનોમંથન , ડો. પારસ શાહ

dr9824063332@in.com
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.