હોસ્પિટલમાં મોટા ઓપરેશન કરાવનારાઓને અલ્ઝાઇમરનો ખતરો વધુ હોય છે. લંડનની ઇમ્પિરિયલ કોલેજમાં કરવામાં આવેલા નવા સંશોધનમાં આ વાત જાહેર થઇ છે.
ઉંદરો પર કરવામાં આવેલા સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે, મોટા ઓપરેશનોથી મગજમાં કેટલાક ખાસ ફેરફાર થાય છે. પછી તેનાથી અલ્ઝાઇમરનો ખતરો પેદા થઇ જાય છે. આ ખતરો મગજમાં એક ખાસ પ્રકારના પ્રોટીન ટેન્ગલ્સને કારણે પેદા થાય છે. આ પ્રોટીન અલ્ઝાઇમર સાથે જોડાયેલો છે.
ઉંદરોમાં અલ્ઝાઇમર હોતો નથી પરંતુ મનુષ્યમાં ટેન્ગલ્સ પ્રોટીન ચેતાતંત્રના કોષોને અસર કરી શકે છે. હાલમાં સંશોધકોએ ટેન્ગલ્સ પ્રોટીનની અસરની ઉંદરો પર તપાસ કરી છે. તેઓ ટૂંક સમયમાં જ માનવી પર સંશોધન કરીને પોતાના પરિણામોની પુષ્ટિ કરવાના પ્રયાસો કરશે.