ધૂમ્રપાનની કુટેવ છોડવા માટે ચેમ્પિક્સ નામની દવા તમને આપઘાત માટે પ્રેરિત પણ કરી શકે છે. એકલા ઓસ્ટ્રેલિયામાં આ દવા ખાઈને ૧૫ લોકો આત્મહત્યા કરી ચૂક્યા છે.
ઉપરાંત અસંખ્ય લોકોને આત્મહત્યા જેવી પરિસ્થિતિમાંથી બહાર કઢાયા છે. ૨૦૦૮માં બનેલી આ દવા પર પ્રતિબંધ લગાવવાની માગણી ઊભી થઈ હોવા છતાં પણ સરકારે હજુ સુધી પગલાં લીધાં નથી.
હકીકતમાં આ દવા ધૂમ્રપાન કરનારી વ્યક્તિનો મૂડ બદલી નાખે છે. પરંતુ તેના સેવનથી ડિપ્રેશન, તણાવ, ચીડિયાપણું જેવા લક્ષણો પણ વ્યક્તિમાં ઘર કરી જાય છે. આ લક્ષણોના કારણે જ વ્યક્તિ પાછળથી આત્મહત્યા કરવા વિચારવા લાગે છે.