આ અભ્યાસને મુદ્દે તમે તમારી ઊંઘ ગુમાવી શકો છો. નવો અભ્યાસ કહે છે કે રાત્રે આરામ ન કરો તો તે ચરબી ઓગાળવામાં મદદરૂપ બની શકે છે.
અગાઉનાં સંશોધનોએ ઊંઘના અભાવને વજનમાં થતા વધારા સાથે સાંકળ્યો હતો. હવે આંતરરાષ્ટ્રીય ટીમે દાવો કર્યો છે કે રાત્રે ન ઊંઘવાથી ૧૩૫ કેલરી બળે છે તેવું તેઓએ શોધી કાઢયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બે માઇલ ચાલવાથી લગભગ આટલી જ કેલરી વપરાય છે.પરંતુ ઊંઘથી વંચિત રહેવું એ વજન ઘટાડવાનો રસ્તો નથી. સંશોધકો અનુસાર આનો અર્થ એ થયો કે, હકીકતમાં લોકો જ્યારે ઊંઘે છે ત્યારે વધુ ઊર્જાનો સંગ્રહ કરે છે.
કોલોરાડોની સ્લીપ એન્ડ ક્રોનોબાયોલોજી લેબોરેટરીના નેતૃત્વ હેઠળના અભ્યાસમાં જણાયું હતું કે, યુવાન પુખ્તોને જ્યારે ઊંઘ વિના ૪૦ કલાક રહેવાની ફરજ પડાઈ ત્યારે તેઓએ સાત ટકા વધુ ઊર્જાનો ઉપયોગ કર્યો હતો. આનાથી વપિરીત રિકવરી સમયગાળામાં તેઓએ ઓછી ઊર્જા વાપરી હતી.
રિકવરી સમયગાળામાં ૧૬ કલાક જાગવાનો અને એ પછી આઠ કલાકની ઊંઘનો સમાવેશ થાય છે. મુખ્ય સંશોધક પ્રોફેસર કેનેથ રાઇટે કહ્યું હતું કે, રોજની ૫૦ કેલરી ઊર્જાનો સંગ્રહ થાય તો તેનાથી મેદિસ્વતાની સમસ્યા ઊભી થઈ શકે છે, આથી અભ્યાસનું તારણ અર્થપૂર્ણ છે.