Divya Bhaskar
LIFESTYLE
Home » Lifestyle » Wellness » Simple Remedies To Cure Shoulder Pain

ખભાના દુખાવામાં રાહત આપતા અસરકારક કીમિયા

Agency | Apr 04, 2011, 12:02PM IST
કામના લાંબા કલાકો અને ભાગદોડ ભર્યા જીવનને કારણે શરીરના અમુક ભાગોમાં દુખાવો સામાન્ય બની ગયો છે. તેમા ખાસ કરીને ખભાનો દુખાવો. કામના દબાણ અને વધતી જવાબદારીઓને કારણે તણાવ અને દુખાવામાં પરિણમે છે. ખભાના સાંધાના દુખાવો અને સ્નાયુઓમાં દુખાવો વધતો જાય ત્યારે નીચે આપેલી અમુક ટિપ્સને અનુસરવી.

- સૂવાની સ્થિતી: જ્યારે તમે બાજુ પર એટલે કે પડઘુ ફેરવીને સૂઓ ત્યારે જ તકિયો રાખો. તમારુ માથું અને શરીર એક જ સ્તર પર હોવા જોઈએ ખાસ કરીને સૂતી વખતે. પીઠ પર સૂતી વખતે તકિયો રાખીને સૂવાથી ઘણા લોકોને ગરદન અને પીઠનો દુખાવો થઈ જાય છે.

- બેસવાની સ્થિતી: જ્યારે ખુરશીમાં બેસો ત્યારે તમારા ઉપરના શરીરને યોગ્ય રીતે રાખીને બેસવાની ટેવ પાડો. પીઠ ટટ્ટાર પણ હળવી રાખીને બેસો જેથી કમ્પ્યૂટરમાં જોવા માટે તમારે માથું આગળ ન લાવવું પડે. તમે ઈચ્છો તો ખોળામાં એક તકિયો કે ગાદી રાખી શકો છો.

- મસાજ: ખભાનો જે ભાગ દુખતો હોય તેના પર મસાજ કરો. મસાજ કરવાથી શરીરના તે ચોક્કસ ભાગમાં ગરમી થાય છે અને રક્ત પરિભ્રમણ વધે છે અને દુખાવો ઓછો થાય છે.

- કસરત: શરીરના સ્નાયુઓ ખેંચવાની કસરત પીઠ અને ખભાના દુખાવામાં રાહત આપે છે. આ કસરતને ધીરે ધીરે અને અસરકારક રીતે કરવાની હોય છે જેથી દુખાવો ઘટવાને બદલે વધી ન જાય.

- તબીબી સારવાર: આ ઉપર જણાવેલો કોઈ ઉપાય અસર ન કરે તો વધારે સમય ન બગાડતા તમારે તમારા ડોક્ટરની સલાહ અને સારવાર લેવી જોઈએ. મોડું કરવાથી દુખાવો તો વધશે.
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
5 + 7

 
Advertisement
Ethical voting

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment