• સેક્સ એજ્યુકેશન મેળવવું એટલે માત્ર જાતીય જ્ઞાન શીખવવું એવું નથી. પરંતુ તેઓને તે રીતે વર્તતા શીખવવું છે. આમાં ગલગલીયાં કરે તેવી વાતો નથી. માનવ જીવનને ગાઢ રીતે સ્પર્શતા વિષય અંગેનું ઘોર અજ્ઞાન દૂર કરી જીવનને સાચા પંથ પર મૂકવાનો પ્રયાસ છે.
• જાતીય જ્ઞાન અંગે કેવળ યુવાવર્ગ જ નહીં, પરિણીતો અને મોટી વયના લોકો પણ અંધકારમાં છે.
• જે બાળકો માતા-પિતાને સેક્સ અંગે કોઇ પ્રશ્નો નથી પૂછતાં તે બાળકોને આ વિષયમાં જિજ્ઞાસા નથી એવું માનવું ભૂલ ભરેલું છે. માતા-પિતા જો પ્રશ્ન પૂછી શકાય તેવાં બને તો બાળકો અચૂક પ્રશ્નો પૂછતા થાય છે.