સાત કલાક કરતાં ઓછું કે તેનાથી વધુ સમય સુધીની ઊંઘ હ્રદય માટે નુકસાનકારક પુરવાર થઈ શકે છે. તેનાથી હ્રદયની બીમારીનું પણ જોખમ રહેલું છે. વેસ્ટ વર્જિનિયા યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનમાં ભારતીય મૂળના સંશોધનકર્તા ડો. અનુપ શંકરે આ દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, સારી ઊંઘ ન આવવાના કારણે લોકો દિવસ દરમિયાન ઝોકું મારી લેતા હોય છે. આ ટેવ હ્રદયરોગને વધારનારી છે. તેમણે જણાવ્યું કે, ૬૦ વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકોએ પોતાના ઊંઘવાના સમયને નિયમિત રાખવો જોઈએ. તેમણે સાત કલાક કરતાં વધુ ઊંઘ ન લેવી જોઈએ. એક વખતમાં જ પૂરી ઊંઘ લઈ લેવાનો પ્રયાસ કરવો જોઈએ.